મહીસાગર જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે આજે લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકો રઘુભાઈ હુંબલ અને દેવેનભાઈ વર્મા ઉપસ્થિત રહ્યા હતા.
.
બાલાસિનોર નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 16 બેઠકો જીતી છે. લુણાવાડા નગરપાલિકામાં પણ કુલ 28 બેઠકોમાંથી 16 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. સંતરામપુર નગરપાલિકામાં 24 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે.

પ્રમુખ પદ માટે લુણાવાડા નગરપાલિકામાં 4 સભ્યોએ દાવેદારી નોંધાવી છે. સંતરામપુર નગરપાલિકામાં 2 સભ્યો અને બાલાસિનોર નગરપાલિકામાં 1 સભ્યએ દાવેદારી નોંધાવી છે. નિરીક્ષકોએ કોર્પોરેટર સાથે ચર્ચા કરી હતી.
