મોરબી તાલુકાના ગાળા ગામ નજીક બે મહિના પહેલાં થયેલા પેટકોક કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. એસએમસી ટીમે કરેલી કાર્યવાહીમાં ચોરાઉ પેટકોક ખરીદનાર નિકુંજ જમનભાઈ ભીમાણી (ઉ.33)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન
.
ગત 8 ડિસેમ્બરે એસએમસી ટીમે કરેલી રેડમાં કંડલાથી રાજસ્થાન જતાં પેટકોકની ચોરી અને નબળી ગુણવત્તાના કોલસાની ભેળસેળનું કૌભાંડ પકડાયું હતું. આ કેસમાં અગાઉ 12 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 8 આરોપી હજુ ફરાર છે.
રેડ દરમિયાન પોલીસે 1584 ટન પેટકોક, 500 ટન વેસ્ટ કોલસો, રૂ. 2,41,175 રોકડ, 17 મોબાઇલ ફોન, 2 ટ્રક ટ્રેલર, 1 હિટાચી મશીન, 2 લોડર મશીન અને 4 ફોરવ્હીલર મળી કુલ રૂ. 3.57 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પીએસઆઈ એન.જે. પંચાલના નેતૃત્વમાં ચાલી રહેલી તપાસમાં પકડાયેલા આરોપી નિકુંજ ભીમાણી પાસેથી ચોરી કરેલા પેટકોકની ખરીદી અને વેચાણની વિગતો મેળવવામાં આવશે. પોલીસને આ કેસમાં વધુ ચોંકાવનારી માહિતી મળવાની શક્યતા છે. હજુ ભગીરથ હુંબલ, ચિરાગ દુદાણી, કુલદીપસિંહ ઝાલા, દિલીપભાઈ, વિવાનભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ, ગુપ્તાજી અને રોકી સહિત 8 આરોપીની ધરપકડ બાકી છે.