– મૃતકના ભાઈએ કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
– આધેડ બાઈક લઈને વાડીએ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : તળાજા ભાવનગર રોડ પર આવેલ નાથ હિલના પાટિયા પાસે કાર અને બાઈક અથડાતાં આધેડનું સ્થળ પર મોત નિપજ્યું હતું.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભંડારીયા ખાતે રહેતા લાભુભાઈ વલ્લભભાઈ પોરી (ઉ.વ.૫૦) ગત રાત્રિના પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ બીએમ ૭૩૦૬ લઈને ઘરેઠીવાડીએ જતા હતા. તે દરમિયાન તળાજા ભાવનગર રોડ પર આવેલ નાથ હિલના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે કાર નંબર જીજે ૦૧ એચડબલ્યુ ૮૯૯૯ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી આધેડના બાઇક સાથે અથડાવી દેતા આધેડને ગંભીર ઇજા થતા સ્થળ પરથી મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતા વરતેજ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો.અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવ સંદર્ભે મૃતકના પિતરાઈ ભાઈ રમેશભાઈ ભાયાભાઇ ઘોરીએ વરતેજ પોલીસ મથકમાં કાર ચાલક ફરિયાદ નોંધાવી છે.