સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું રહસ્યમય મોત નિપજ્યું હતું. ચાર મહિના પહેલા જ પરિવારની અસંમતિ હોવા છતાં ભાગીને લગ્ન કરનાર યુવતીના મોતને લઈને પરિવારે શંકા વ્યક્ત કરતા સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ તો
.
મળતી માહિતી પ્રમાણે, 20 વર્ષીય સાબીયા સમીર કાઝી પરિવાર સાથે રહેતી હતી. હતી ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. સાબિયાએ સમીર સાથે ચાર મહિના પહેલા ભાગીને લગ્ન કર્યા હતા. જેથી સાબિયાના પરિવારજનો દ્વારા તેની સાથે તમામ પ્રકારના સંપર્ક કાપી નાખવામાં આવ્યા હતા. પરિવારની અસંમતિ હોવા છતાં પણ સાબીયાએ સમીર સાથે લગ્ન કર્યા હતા.
સાબિયાના મામા અકરમે જણાવ્યું હતું કે, સાબિયાના સાસરીયા દ્વારા સાબિયાનું મોત થઈ ગયું ત્યારબાદ અમને જાણ કરવામાં આવી હતી. સાબીયા બીમાર હોવાથી તેને હોસ્પિટલ લઈ ગયા અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યું હોવાનું તેના સાસરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે સાબીયા એ કોલ કરીને તેનો પતિ તેને માનસિક ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું. જેથી અમને સાબિયાના મોતને લઈને શંકા છે.
સાબિયાના મોતના પગલે રાંદેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવતા સુરત સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે. હાલ તો આ મામલે રાંદેર પોલીસ દ્વારા નિવેદનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.