બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ભાજપના નવા પ્રમુખ તરીકે કાપરડી ગામના દિલીપભાઈ ડાભીની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકથી સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે.
.
ગઢડા રેસ્ટ હાઉસ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકત્રિત થયા હતા. શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા, જિલ્લાના અગ્રણી નેતા ધીરુભાઈ ગઢવી અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રભાતભાઈ યાદવ સહિતના નેતાઓએ હાજરી આપી હતી.
તેમજ અમરશીભાઈ માણીયા, મુકેશભાઈ હિહોરીયા, જીતુભાઈ અડતાળા અને ભુપતભાઈ ડાભી સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવનિયુક્ત પ્રમુખનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું અને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કર્યો હતો.
નવનિયુક્ત પ્રમુખ દિલીપભાઈ ડાભીએ જણાવ્યું કે પ્રદેશ ભાજપ અને બોટાદ જિલ્લા ભાજપે તેમના પર વિશ્વાસ મૂક્યો છે. તેમણે તમામ કાર્યકરો સાથે મળીને ગઢડા તાલુકામાં પક્ષનું સંગઠન વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.