ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓનો આજે શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10માં કુલ 8199 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી ગુજરાતી વિષયમાં 7,728, અંગ્રેજી માધ્યમમાં 435 અને સંસ્કૃત પ્રથમમાં 36 વિદ્
.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ, ધોરણ 10માં કુલ 169 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તેમાં ગુજરાતી માધ્યમના 166, અંગ્રેજી માધ્યમના 2 અને સંસ્કૃતના 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં 3102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ભૌતિક વિજ્ઞાન વિષયમાં 324 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો. અર્થશાસ્ત્રમાં 28 અને ભૌતિક વિજ્ઞાનમાં 4 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
