આજરોજ ડો. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ જૂનાગઢ ખાતે ફૂડ એન્ડ ન્યુટ્રીશન વિષયના હોમ સાયન્સ વિભાગના પ્રાધ્યાપક પ્રીતિબેન એન. નાણાવટીનો વિદાય સમારંભ આચાર્ય ડો. બલરામ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો. પ્રીતિબહેને આ કોલેજમાં એકધારા સતત 40 વર્ષ
.
પ્રા. પ્રીતિબેને પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “આજના દિવસે મને એ દિવસ યાદ આવી ગયો કે મેં આ સંસ્થામાં પ્રથમ પગ મૂક્યો હતો. આ સંસ્થા સાથે મારો નાતો બેજોડ વડીલ દિવ્યકાન્તભાઈ નાણાવટીને કારણે રહેલો. મારી દરેક પળો અને વર્ષો અહીં અમૂલ્ય રીતે વીત્યા છે. આટલો લાંબો સમય પસાર થઈ ગયો તે બહુ ખબર ન પડી. પેથલજીભાઈની આ સંસ્થાએ મને માત્ર નોકરી જ નહીં, પર સુભાષ પરિવારનો ભાવ આપ્યો છે, અહીં મેં ઘણું શીખ્યું અને શીખવાડ્યું અને નવા અનુભવો મેળવ્યા જે બધું જ આ વિદાય વેળાએ સામું જ તરવરે છે. હું આ સંસ્થાની કાયમ આભારી રહીશ.” અન્ય સ્ટાફ મિત્રોએ પણ પ્રીતિબેનની નિષ્ઠા ગુણો સ્વભાવ અને વિદ્યાર્થી તરફના પ્રેમને શબ્દોમાં વ્યક્ત કરી તમામે એક સાથે શુભેચ્છા વ્યક્ત કરી હતી. આજના પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડા અને મિતાબેન ચાવડાએ પ્રીતિબહેનને વયનિવૃત્તિ માટે શુભેચ્છા પાઠવી હતી.