અમદાવાદ, શુક્રવાર
ગૃહ કલેશથી કંટાળીને મહિલા એક મહિનાથી ગોમતીપુરમાં પિયરમાં રહેવા માટે આવી હતી જ્યાં ઘરે હાજર હતી ત્યારે શંકાશીલ પતિ અચાનક આવ્યો હતો અને મહિલાના માથામાં હથોડી મારીને નાસી ગયો હતો લોહી લુહાણ હાલતમાં મહિલાને સારવાર માટે સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે ગોેમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિ હુમલો કરીને નાસી ગયો ગયો મહિલા હાલમાં સરસપુર શારદાબહેન હોસિપટલમાં સારવાર હેઠળ ઃ પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી
ગોમતીપુરમાં રહેતી ૪૨ વર્ષની મહિલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા ખાતે રહેતા અને રિક્ષા ચલાવતા પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા વ્યક્તિ સાથે પત્નીને સબંધ હોવાનો પતિને વહેમ શંકા સેવતો હતો જેને લઇને બન્ને વચ્ચે તકરાર થતી હતી જેથી કંટાળીને મહિલા મહિનાથી પિયરમાં રહેવા આવી હતી, બીજીતરફ ગઇકાલે બપોરે મહિલા ગોમતીપુર પિયરમાં ઘરે હાજર હતા. જ્યાં અચાનક પતિ આવી પહોચ્યો હતો અને પત્નીને કંઇ કહ્યા વગર માથાના ભારે હથોડી મારી દીધી હતી.જેથી કારણે લાહી લુહાણ થતાં તેમને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોમતીપુર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.