સુરત
બે
વર્ષ પહેલા જીતેન્દ્ર પટેલ 13.127 કિલો ચરસના 13 પેકેટ સાથે પકડાયો હતો ઃ રૃા.1 લાખ દંડ, ન ભરે તો વધુ એક વર્ષની કેદ
સપ્ટેમ્બર-2023ના રોજ ઈચ્છાપોર પોલીસે
કુલ રૃ.6.56 કરોડની કિંમતના ચરસના ગેરકાયદે જથ્થા સાથે નાર્કોટીકસ
એક્ટના ભંગ બદલ ઝડપાયેલા ચોર્યાસી તાલુકાના રાજગરી ગામના આરોપી જીતેન્દ્ર પટેલને નાર્કોટીક્સ
કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ દેવેન્દ્ર એસ.જોશીએ એનડીપીએસની કલમ-8(સી) સાથે વાંચતા 20(બી)(2)(સી)ના
ગુનામાં દોશી ઠેરવી દશ વર્ષની સખ્તકેદ,1 લાખ દંડ ન ભરે તો વધુ
એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
ઈચ્છાપોર
પોલીસને ગઈ તા.24-9-23ના રોજ બાતમી મળી હતી કે દામકા ગામના બ્રાહ્મણ ફળીયાથી સીબીઝેડ મોટર સાયકલ
પર જીતેન્દ્ર જગદીશભાઈ પટેલ નામના શખ્શ પોતાની બેગમાં ચરસના જથ્થા સાથે પસાર થવાનો
છે.જેથી ઈચ્છાપોર પોલીસે બાતમીના આધારે ગોઠવેલી વોચ દરમિયાન આરોપી જીતેન્દ્ર પટેલ
(રે.ગોરફળીયા,રાજગરી ગામ તા.ચોર્યાસી)ની મોટર સાયકલની
બેગમાંથી કુલ રૃ.6.56 કરોડની કિંમતનો 13.127 કીગ્રા ચરસનો જથ્થાના 13 પેકેટ મળી આવ્યા હતા.જેથી
ઈચ્છાપોર પોલીસે આરોપીની નાર્કોટીક્સ
એક્ટના ભંગ બદલ ધરપકડ કરીને જેલભેગો કર્યો હતો.આ કેસની કાર્યવાહી દરમિયાન આરોપીના
બચાવપક્ષે મુખ્યત્વે સમગ્ર રેડ તથા માત્ર બે કલાકમાં પુરી થયેલી પંચનામાની પ્રક્રિયાને
ગેરકાયદે ઠેરવીને આરોપીની ગુનામાં ખોટી સંડોવણી કરવામાં આવી હોવાનો બચાવ લીધો હતો.
જેના
વિરોધમાં સરકારપક્ષે એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ કુલ 19 સાક્ષી તથા 51 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીને આક્ષેપિત ગુનામાં
દોષી ઠેરવતાં બચાવપક્ષે આરોપીનો ગુનાઈત ઈતિહાસ ન હોઈ પ્રતિબંધિત મુદ્દામાલ કોઈ
વ્યક્તિએ આયાત કર્યો ન હોઈ માત્ર દરિયા કિનારેથી મળી આવ્યો હોઈ સજામાં રહેમ રાખવા
માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર
ગુનાનો પ્રથમદર્શનીય કેસ છે.એનડીપીએસનો કાયદો યુવા પેઢીને આવા માદક પદાર્થની લતમાં
પડવા સામે સલામતી કવચ પુરી પાડવા માટે છે.જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સમાજમાં
દાખલો બેસાડવા આરોપીને મહત્તમ સજા તથા દંડ કરવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય
રાખી આરોપી પાસેથી મળી આવેલા ચરસનો ગેરકાયદે જથ્થો 1 કીલોની
કોમર્શિયલ કોન્ટીટીના નિયત જથ્થા કરતાં ઘણો વધારે હોવાનો નિર્દેશ આપી ઉપરોક્ત
સખ્તકેદ તથા દંડની સજા ફટકારી હતી.કોર્ટે જણાવ્યું હતું કે ડ્રગ્સ સેવન કરનારની
શારીરિક-માનસિકતા પર જ નહીં પરંતુ તેના
પરિવારના સભ્યો,મિત્રો સહકર્મચારીઓના સંબંધો પર પણ વિપરિત
અસર પડે છે.ડ્રગ્સનું દુષણના દુરગામી પરિણામો
વ્યક્તિગત નહીં પરંતુ સમાજ અને દેશની યુવા પેઢી પર પણ પડે છે.