વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે “રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં યુવાધન સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કમાટીબાગ ખાતેથી શરૂ થયેલી દોડે ભાર
.
“રન ફોર યુનિટી”ના આયોજન દેશની સુરક્ષા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા, નાગરિકોમાં ભાઇચારાની ભાવના જાળવવા, નવી પેઢીમાં આ સંસ્કારોનું સિંચન થાય તેમજ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે તેવા હેતુ સાથે રાખવામાં આવ્યું છે. સરદાર પટેલની જન્મજયંતી કે જે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે તેની ઉજવણી પ્રસંગે “રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્યું હતું.
“રન ફોર યુનિટી” સયાજીબાગના ગેટ નંબર 3થી શરૂ થઇ હતી. અને સયાજીગંજ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે ખાતે સંપન્ન થઇ હતી. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કમાટીબાગમા સવારે મોર્નિંગ વોકમાં આવતા યુવાનો, યુવતીઓ તેમજ સિનીયર સિટીઝન પણ જોડાયા હતા. તે શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો પણ જોડાયા હતા.
કમાટીબાગ ખાતે “રન ફોર યુનિટી”માં ભાગ લેવા માટે આવી પહોંચેલા લોકોએ હિન્દી ફિલ્મી ગીતોના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે સાંસદ ડો. હેમાંગ જોશી, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પક્ષના નેતા મનોજ પટેલ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી દ્વારા રન પર યુનિટીને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરવામાં આવી હતી.
સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, દેશની એકતા ટકી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી પૂર્વેના બે દિવસ પહેલા “રન ફોર યુનિટી” કાર્યક્રમ યોજવા માટે આહવાન કર્યું હતું. જેના ભાગરૂપે આજે વડોદરા કોર્પોરેશનમાં દ્વારા આયોજીત “રન ફોર યુનિટી” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો.