પાટણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન સેવા ભારતી ગુજરાત દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
.
13 એપ્રિલના રોજ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી પાટણ શહેર અને જિલ્લામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં હર્ષનગર, મોતીસા ચોક, ધનાવાડાના છાપરા, ખાલકપરા, સૂર્યાનગર, શ્રમજીવી અને રામનગર વિસ્તાર સહિત કુલ 7 સ્થળો પર કેમ્પ યોજાશે.
આ ઉપરાંત જિલ્લાના અન્ય 15 સ્થળો પર પણ આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના ‘સ્વાસ્થ્ય સેવાથી રાષ્ટ્ર સેવા’ના સૂત્રને સાર્થક કરવા આ આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ પાટણ અને સેવા ભારતી ગુજરાતના સેવાભાવી કાર્યકરોએ જરૂરિયાતમંદ દર્દીઓને આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લેવા અપીલ કરી છે. આ રીતે ડૉ. આંબેડકરની જન્મજયંતીની ઉજવણીને યાદગાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.