જામનગરમાં ત્રણ સ્ગળે ખાસ બગીચા બનાવાનો નિર્ણય મનપાની સ્ટેન્ડીંગ કમીટીનો બેઠકમાં લેવાયો છે. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ, અન્નપૂર્ણા મંદિર પાસે, સોનલનગરમાં બનનાર બગીચામાં પાથ-વે, ટોયલેટ બ્લોક, રમત-ગમતના સાધનો, બેસવાની બેન્ચ સહિતની સવલત સાથેના બગીચા બનાવવા
.
બેઠકમાં ગુલાબનગર ઓવર બ્રીજથી સુભાષ બ્રીજ સુધીના રોડને આસ્ફાલ્ટ રીકાર્પેટ કાર્ય કરવા માટે સ્ટાર રેઈટ ચૂકવવા માટે રૂ.46.71 લાખ, ટાઉનહોલ રીનોવેશન રિપેરીંગ અને એડીશન અલ્ટ્રેશન કરવા માટે રૂ.2.90 કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. શહેરના વોર્ડ નં.1 થી 8 ના મુખ્ય અને આંતરિક રસ્તાઓના આસ્ફાલ્ટ રીકાર્પેટ રીપેરીંગ કામ માટે રૂ.1.95 કરોડ અને વોર્ડ નં.9 થી 16 માટે રૂ. 4.11 કરોડનો ખર્ચ મંજુર કરાયો છે.
શહેરના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓ ઉપર હોટ એપ્લાઈડ થર્મચ્લાસ્ટ પેઈન્ટ, પાર્કિંગ પટાઓ તથા રોડ સાઈનેજીસના કામ માટે રૂ.48.65 લાખ ખર્ચાશે. વિભાપર ગામના રસ્તા પર પાણીની પાઈપલાઈન માટે તોડવામાં આવેલ રસ્તારમાં જેએમસી શાળાથી વિભાપર હેલ્થ સેન્ટરથી વિભાપર સ્મશાન સુધીના ટ્રેન્થમાં ડામર ચરેડાના કામ માટે રૂ.14.28 લાખનો ખર્ચ કરવા નિર્ણય કરાયો હતો.
બિલ્ડીંગ મેઈન્ટનથી સ્વભંડોળમાં જોગવાઈ કરી જાપવાની દરખાસ્તને માન્યરાખી સ્વભંડોળ કેપીટલ હેડે ખર્ચ બુક કરવા મંજુર કરાયું હતું. જામનગર-રાજકોટ હાઈ-વે માં હોન્ડા શોરૂમ પાસે, મહાપ્રભુજી બેઠક માર્ગે અન્નપૂર્ણા મંદિર પાસે તથા સોનલ નગરમાં ગ્રીન સ્પેશ એન્ડ પાર્કસ પ્રોજેકટ ડેવલોપ માટે રૂ.2.80 કરોડના ખર્ચે ખાસ બગીચા બનાવામાં આવશે. ચારેય સ્થળે ધનિષ્ઠ વનિકરણ અને પાથ-વે, ટોયલેટ બ્લોક, રમત-ગમતના સાધનો, બેસાવની બેન્ચ સહીતની સવલત સાથેના ગાર્ડન બનાવવામાં આવશે.
જકાતનાકાથી સમર્પણ સર્કલ સુધીના ડીપી રોડમાં કોઇ વાંધાસૂચનો આવ્યા નહીં ગોકુલનગર જકાતનાકાથી સમર્પણ સર્કલ સુધીના 30 મીટર પહોળા ડીપી રોડના અમલીકરણ માટેની દરખાસ્ત મંજુર કરી અમલવારી કરવા નિર્ણય લેવાયો હતો. મહાપાલિકાના જુદા જુદા લોકેશનમાં સફાઈ કામગીરીની દરખાસ્તમાં વહીવટી ભવન, ન્યુ વહીવટી ભવન, સ્પોર્ટ્સ સંકુલ, ટાઉનહોલ અને શાક માર્કેટની સફાઈ માટે વાર્ષિક રૂ.58.20 લાખનું ખર્ચ મંજૂર કરાયુ છે.
મનપાની મિલકતના રક્ષણ માટે ખાનગી સિક્યુરીટીને રૂ.1.90 કરોડ ચૂકવાશે શાલીગ્રામ હોસ્પિટલથી બાયપાસ સુધીના રોડ તથા હર્ષદમીલ ચાલીથી મારૂતિ પાર્ક રોડના નવા રોડમાં સેન્ટ્રલ લાઈટીંગના કામ માટે રૂ.14.47 લાખ વર્ષ 2024-2025 માટે જેસીબી (ડોઝર) તથા ટ્રેકટર વીથ ટ્રોલી ભાડેથી સપ્લાય કરવાના કામ માટે વાર્ષિક રૂ.4.50 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. મનપાની મિલ્કતના રક્ષણ માટે ખાનગી સિક્યોરીટીના બે વર્ષ માટેના રૂ.1.90 કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. સ્પોર્ટ્સ કોમ્પ્લેકસમાં લેડીઝ જીમ ટ્રેનરની જગ્યા 11 મહિનાના કોન્ટ્રાકટ ધોરણે રાખવા મંજુર કરાયું છે.
વોર્ડ નં.15, 16માં સીસી રોડ અને બ્લોકના કામ માટે રૂ.4 કરોડ મંજૂર વોર્ડ નં.16માં ખાનગી સોસાયટી, ગુજ. હાઉસીંગ બોર્ડની વસાહતમાં લોકભાગીદારી માળખાકિય સુવિધા અન્વયે સીસી રોડ અને બ્લોકના કામ માટે રૂ.200 લાખ, વોર્ડ નં.15માં રૂ.200 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. વોર્ડ નં.10, 11 અને 12માં મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાના કામ માટે રૂ. 5 લાખનું ખર્ચ મંજુર કરાયું છે. આંતર માળખાકિય સુવિધાની ગ્રાન્ટ અન્વયે મંજુર થયેલ કામને 2021-2022 માં લેવા અંગેની દરખાસ્ત અન્વયે રૂ.13.22 કરોડનો ખર્ચ આંતર માળખાકીય સુવિધાની ગ્રાન્ટ હેડે. બુક કરવા મંજુર કરાયું હતું.