જૂનાગઢ મહાનગરપાલિકાએ શહેરની સ્વચ્છતા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. કમિશનર ડૉ. ઓમપ્રકાશ અને નાયબ કમિશનર ડી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ 16 એપ્રિલે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
.
આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) અને સેનિટેશન સુપરિન્ટેન્ડેન્ટ કલ્પેશભાઈ ટોલિયાની દેખરેખમાં ટીમે બે સ્થળોએ કાર્યવાહી કરી. દોલતપરા વિસ્તારમાં ભવાણી એસ્ટેટ ખાતે KGM કારખાનાએ જાહેર રસ્તા પર પ્લાસ્ટિકના કચરાના પોટલા મૂક્યા હતા. તેમની પાસેથી ₹15,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ઝાંસી રાણી સર્કલ નજીક આસ્થા પ્લસ કોમ્પલેક્સમાં આવેલી ઈન્ડિયન બેંકે વોકળામાં કચરો નાખ્યો હતો. તેમની પાસેથી ₹25,000નો દંડ વસૂલવામાં આવ્યો. આમ, કુલ ₹40,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો.

મહાનગરપાલિકાએ શહેરીજનોને અપીલ કરી છે કે જાહેર રસ્તા, વોકળા કે નાળા જેવી જગ્યાઓએ કચરો ન નાખે. આવું કૃત્ય દંડને પાત્ર છે અને ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.

