સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ ટીપી સ્કીમ હેઠળ જમીન માલિકને કોઈ પણ જાતના વળતર આપ્યા વિના પાલિાકને મળતા અનામત પ્લોટ પાલિકાને મળે છે તે સિસ્ટમ જાણવા માટે કેન્દ્રની ટીમ સુરત આવી હતી. કેન્દ્રીય ઇકોનોમિક અફેર્સ ના જોઈન્ટ સેક્રેટરી અને ડાયરેક્ટર સહિતની ટીમ બે દિવસ સુરતની મુલાકાતે આવી હતી. ટીપી સ્કીમ સાથે સાથે ટીમે વેસ્ટ વોટર પ્રોજેક્ટ અંગે પણ વિસ્તૃત માહિતી મેળવો પ્રભાવિત થઈ હતી.
ટીપી સ્કીમ ના અમલ માટે સુરત હવે દેશમાં મોડલ બનવા તરફ જઈ રહ્યું છે. સુરત પાલિકા દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા યોજાતા સેમિનાર માં પાલિકા દ્વારા વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન કરવામાં આવે છે જેમાં પાલિકા દ્વારા ટીપી સ્કીમ ના અમલીકરણ માટે પણ પ્રેઝન્ટેશન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓને પાલિકાના ટીપી સ્કીમ અમલીકરણ માટે રસ પડ્યો છે. જેમાં પણ પાલિકા દ્વારા ટી પી સ્કીમ નો અમલ કરવામાં આવે છે તેમાં જમીન માલિકોને કોઈ પ્રકારનું વળતર આપ્યા વિના પી સ્કીમ અંતર્ગત પાલિકાને મળતા પ્લોટ ની સિસ્ટમ માટે કેન્દ્ર સરકારના ઇકોનોમિક અફેર્સ વિભાગને રસ પડ્યો હતો.
જેના કારણે કેન્દ્રીય ઇકોનોમિક અફેર્સ ના જોઈન્ટ સેક્રેટરી સોલોમન આરોક્રીકરા અને ડાયરેક્ટર અમન ગર્ગ સહિતની ટીમ 22 અને 23 ઓક્ટોબરના રોજ સુરત પાલિકાની મુલાકાતે આવી હતી. આ ટીમ સામે પાલિકાના આઈસીસીસી બિલ્ડીંગ ખાતે ટાઉન પ્લાનીંગ સ્કીમ અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં સુરત શહેરમાં માઈક્રો લેવલ સુધી પ્લાનીંગ અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્લાનિંગમાં વિકાસ નકશા માં સમાવિષ્ટ કરાયેલા ઝોનીંગ, કોરિડોર, ડેઝીગનેટેડ લેન્ડ ફોર ફીઝીકલ ઈનફાસ્ટ્ચર, તથા ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન જેવા મહત્વના ઘટકો સહિત ટાઉન પ્લાનીંગ સ્કીમ માં કરવામાં આવતા આયોજનની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ સાથે સાથે ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 તથા રુલ્સ 1979 હેઠળ સુરત પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતા ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમ માં રસ્તાના તથા જાહેર હેતુ માટેના આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સુરત શહેરમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ ના આયોજન દ્વારા લોકોની સુવિધા માટે ના વિવિધ પ્રોજેક્ટ જેવા કે આઉટર રીંગરોડ, આઈકોનિક રોડ, કેનાલ કોરિડોર, શહેરી ગરીબો માટે આવાસ યોજના, ફ્લોરલ ગાર્ડન, બોટનિકલ ગાર્ડન, બાયોડાયવર્સીટી પ્લાન, ઈન્ડોર સ્ટેડિયમ, શહીદ સ્મારક, સાયન્સ સેન્ટર, ડુમસ સી ફેઝ સહિતના વિવિધ પ્રોજેકટ માટે જમીન સંપાદનની કામગીરી કર્યા વિના જ ફક્ત ટાઉન પ્લાનીંગ સ્કીમ નો અમલ કરી જગ્યા મેળવવા મા ખાવી છે. તેવી વિગતો પણ આપવામાં આવી હતી તેનાથી ટીમ પ્રભાવિત થઈ હતી.