– છ
ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ : 93 મતદાન મથક પર 610 અધિકારી-કર્મચારીના
પોલીંગ સ્ટાફ સાથે પોલીસ બંદોબસ્ત
સુરત
સુરત
મ્યુનિ. ના વોર્ડ નં.૧૮ ની આવતીકાલ રવિવારે યોજાનારી પેટા ચૂંટણીમાં ઝંપલાવનારા ભાજપ, કોગ્રેસ સહિતના છ ઉમેદવારોનું
ભાવિ ૧.૦૫ લાખ મતદારો ૯૩ મતદાન મથકો પર ઇવીએમની સ્વીચ દબાવીને નક્કી કરશે. આજે ચૂંટણી
સામ્રગી સાથે તમામ સ્ટાફ બુથ પર રવાના થઇ ગયો હતો.
સુરત મ્યુનિ.ના
વોર્ડ નં.૧૮ ની ખાલી પડેલી એક બેઠક આવતીકાલ રવિવારને ૧૬ ફેબુ્રઆરીએ ચૂંટણી યોજાનાર
છે.આ ચૂંટણી માટે આજે સવારથી જ ૯૩ મતદાન મથકો પર ફરજ બજાવનારા ૬૧૦ પોલીગ સ્ટાફ ઇલેકટ્રોનિક
વોટીંગ મશીન, બુથ બનાવવાની સામ્રગી લઇને પોત પોતાના બુથ પર રવાના થયા હતા. અને તમામે સાંજ
સુધીમાં મતકુટિટ બનાવીને ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી. આ ચૂંટણીમાં ઝંપલાવનારા
ભાજપ, કોગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના છ
ઉમેદવારોનું ભાવી નોંધાયેલા ૫૮,૬૪૩ પુરુષ અને ૪૭,૨૬૮ સ્ત્રી અને અન્ય ૧૧ મતદારો મળીને કુલ ૧,૦૫,૯૨૨ મતદારો ૯૩ મતદાન મથકો પર ઇલેકટ્રોનિક વોટીંગ મશીનની સ્વીચ દબાવીને નક્કી
કરશે.
રવિવારે
સવારે છ વાગ્યે મોકપોલ રાઉન્ડ કર્યા બાદ સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રકિયાનો
આરંભ થશે. તે છેક સાંજે છ વાગ્યા સુધી મતદાન
થશે. આમ આ પેટા ચૂંટણીમાં ઝંપલાવનારા છ ઉમેદવારોનું ભાવી આવતીકાલ સાંજે
ઇવીએમમાં સીલ થશે.