– અઠવાલાઇન્સમાં
રહેતા શારદાબેન રાંકાની કિડની,
લિવર અને ચક્ષુઓનું પરિવારે દાન કર્યું
સુરત,:
અઠવા
લાઇન્સ વિસ્તારમાં રહેતા જૈન શ્વેતામંબર સમાજના બ્રેઈનડેડ થયેલા મહિલની કિડની, લિવર અને ચક્ષુઓનું
દાન તેમના પરિવારજનોએ કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી અને
સમાજને નવી દિશા બતાવી હતી.
પ્રાપ્ત
વિગત મુજબ અઠવા લાઇન્સ વિસ્તારમાં મ્યુનિ. કમિશ્નર બંગલો પાસે રાજવેભવ
એપાર્ટમેન્ટમાં રહેતા ૫૨ વર્ષીય શારદાબેન મુકેશકુમાર રાંકા ગત તા.૨૧મી સવારે ઘરના
રસોડામાં કામ કરતા હતા. ત્યારે તેમની તબિયત બગડતા ઢળી પડયા હતા. જોકે તેમના
એપાર્ટમેન્ટમાં રહેતા ડૉ. શૈલેષ પરીખે સી.પી.આર આપીને તેમનું હૃદય ધબકતું કર્યું હતું.
બાદ ૧૦૮ એમ્બ્યુલન્સમાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે તેમનુ સિટી
સ્કેન કરતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. બુધવારે ત્યાંના ડોકટરો ટીમે
શારદાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. જોકે આ અંગે ડોનેટ લાઇફને જાણ થતા ત્યાં
પહોચીને તેમના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સજાવતા સમંતિ આપી હતી.
જયારે
દાનમાં મેળલી બે કિડની માંથી એક કિડનીનું સુરતની ખાનગી હોસ્પિટલમાંં સુરતમાં રહેતા
૪૩ વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે અને બીજી કિડનીનું અમદાવાદની
હોસ્પિટલમાં એક જરૃરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. થતા લિવરનું
ખેડભ્રહ્મમાંના રહેતા ૬૦ વર્ષીય વૃધ્ધમાં અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ
કરવામાં આવ્યું હતું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકએ સ્વીકાર્યું
કર્યુ હતું. દાનમાં મળેલા લિવર અને એક કિડનીને હવાઈમાર્ગે સમયસર અમદાવાદ પહોચાડવા
માટે સુરતની ખાનગી હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત
શહેર પોલીસ દ્વારા બનાવામાં આવ્યો હતો. જયારે શારદાબેનના પતિ મુકેશકુમાર ચંપકલાલ
રાંકા જૈન શ્વેતામંબર સમાજના મોભી અને વિમલોન ડાઈગ એન્ડ પ્રિન્ટીંગ મિલના ડિરેક્ટર
છે. તેમને સંતાનમાં પુત્ર યશીત (ઉ.વ ૨૨) જે દિવ્યાંગ છે, પુત્રી રીવા આકાશ
(ઉ.વ. ૩૦) છે.