Surat Crime: ગુજરાતમાં સુરત શહેરમાંથી વધુ એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં નરાધમ દ્વારા 7 વર્ષની બાળકીને નિર્વસ્ત્ર કરીને તેની સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતાં. આ મામલે માતાએ પોલીસ ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં ભરઉનાળે ઊર્મિ બ્રિજ પર બે ફૂટ જેટલો ઊંડો ભૂવો : ભાજપનો ઝંડો લગાવી અનોખો વિરોધ
શું હતી ઘટના?
ગુજરાતના સુરત શહેરમાં 7 વર્ષની બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા હતાં. બાળકી કોમ્પલેક્ષ નીચે રમી રહી હતી. એવામાં એક શખસ આવીને તેને ચોથા માળે લઈ ગયો હતો. જ્યાં બાળકીને નિર્વસ્ત્ર કરીને તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતાં. બાળકીએ સમગ્ર મામલે રડતા-રડતા પોતાની માતાને હકીકત જણાવી હતી. ત્યારબાદ માતાએ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ તાપીમાં દુકાને સામાન લેવા ગયેલી 7 વર્ષની બાળકી પર 60 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ
પોલીસે હાથ ધરી તપાસ
ઓલપાડ પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.