– ઠંડીના આરંભ સાથે સુરતના સચિન નજીક ચોંકાવનારી ઘટના
– ૮,
૯ અને ૧૨ વર્ષની બાળા, ૧૪ વર્ષની કિશોરીને
તાપણાંનો ધુમાડો લાગ્યા બાદ ઉલટી થયા બાદ ત્રણના હોસ્પિટલમાં મોત ઃ એકનો બચાવ
સુરત,:
સુરત
શહેરનાં છેવાડે આવેલા સચિનના પાલીગામમાં શુક્રવારે બપોરે ત્રણ બાળકીઓના રહસ્યમય સંજોગોમાં
તબિયત બગડતા હોસ્પિટલમાં ટુંકી સારવાર દરમિયાન મોત થયા હતા. એક બાળકી બચી ગઇ હતી. બનાવના
લીધે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ
જવા પામી છે. બાળકીઓનાં પરિવારજનો આઘાતમાં
સરી પડયા છે.
નવી
સિવિલ અને પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ સચીન ખાતે આવેલ પાલીગામમાં કાલી મંદિર
પાસે અર્જુન ચાલમાં રહેતા રામપ્રવેશ મહતોની ૧૨ વર્ષીય પુત્રી દુર્ગાકુમારી, તેની નાની બહેન શિલા
(ઉ.વ-૯), તેની બહેનપણી અમ્રીતાકુમારી રામબાલક મહતો(ઉ.વ-૧૪)
તથા તેની બહેનપણી અનિતાકુમારી રામપ્રકાશ મહતો(ઉ.વ-૮, બંને
રહે.પાલીગામ,સચીન) શુક્રવારે બપોરે ઘર પાસે રમતી હતી. બાદમાં
અમ્રીતાકુમારી અને અનિતાકુમારી આઈસ્ક્રીમ ખાધુ હતુ. જયારે બે બહેને આઇસ્ક્રીન ખાધુ
ન હતુ. ત્યારબાદ ઘરની પાસે જ સળગતા કચરામાં ચારે બાળકીઓ તાંપણુ કરવા બેઠી હતી. અને
તાંપણામાં પ્લાસ્ટિક થેલી અને કાગળો નાખી રહ્યા હતા.
ત્યારબાદ
ચારેય બાળાને વારા ફરતી ઉલ્ટી થતાં ઘરે જતી રહી હતી પણ ત્યારબાદ દુર્ગાકુમારી, અનિતાકુમારી અને
અમ્રીતાકુમારીની તબિયત બગડતા પરિવારજનો નજીકના દવાખાનામાં લઇ ગયા હતા. ત્યાંથી
દુર્ગાને મરોલી પીએચસી બાદ સુરત સિવિલમાં
ખસેડાઇ હતી પણ ડોકટરે મૃત જાહેર કરી હતી. જ્યારે અનિતા અને અમ્રીતાને સારવાર માટે
સચીનની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ટુંકી સારવાર દરમિયાન બંનેનું મોત
થયું હતું. જયારે શિલાને વધુ તકલીફ નહી થતા બચાવ થયો હતો.
સચિન જી.આઇ.ડી.સી
પોલીસ મથકના પી.આઇ જે.આર ચૌધરીએ કહ્યુ કે,
પહેલા ફુડ પોઈઝનિંગ અંગે જાણ થઇ હતી. બાદમાં તપાસ કરતા સળગતા કચરામાં
પ્લાસ્ટીક થેલી સહિતની કચરો હોવાથી નીકળેલા ધુમાડાને લીધે ત્રણેય બાળાને ગુંગળામણ થતા
મોત થયાની શક્યતા છે. પણ પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. બનાવની
જાણ થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. ઘટનાની જાણ થતા પોલીસ અને મ્યુનિ.ના
આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઇ ગઇ હતી. પોલીસે બાળાઓના મૃતદેહનું આજે સાંજે નવી સિવિલમાં
પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
– ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ગુંગળામણથી મોત થયાની શક્યતા
નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે સાંજે ત્રણ બાળકીના ફોરેન્સીક
સાથે પેનલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ ડોકટરે જણાવ્યુ કે, ત્રણેના ધુમાડના લીધે
ગુંગળાણથી મોત થયુ હોવાની સકયતા છે પણ ત્રણેના હિસ્ટ્રોપેથો, કેમિકલ સહિતના વિવિધ લીધા સેમ્પલોના રિપોર્ટ આવ્યા પછી મોતનું સાચુ કારણ
જાણવા મળશે.
– ૯ વર્ષની શિલાને પણ ઉલટી થઇ પણ જીવ બચી ગયો
મુળ
નેપાળમાં ધનારીના વતની હાલમાં પાલીગામમાં રહેતા રહેતા રામપ્રકાશ મહંતોની ૧૨ વર્ષીય
પુત્રી દુર્ગાકુમારી અને નાની પુત્રી ૯ વર્ષીય શીલા અને એક પુત્ર છે. તે કંપનીમાં
નોકરી કરે છે. શિલા પણ બહેન અને બહેનપણી
સાથે તાપણું કરી રહી હતી. શિલાને શરુઆતમાં
ઉલટી થઇ હતી. પછી તે ઘરે જઇને સૂઇ ગઇ હતી. તેને પણ ઉલટી થયાની જાણ થતા પરિવાર
નજીકની ક્લીનિકમાં લઇ ગયો હતો. પણ તેની તબિયતમાં સુધારો થતા જીવ બચી ગયો હતો.
– મૃતક અમ્રીતાકુમારી ચાર ભાઇ વચ્ચે એકની એક
બહેન હતી
મુળ
બિહારમાં શિવહરના વતની અને હાલમાં સચીનમાં પાલીગામમાં રહેતા રામબાલક મહતોની ૧૪
વર્ષીય પુત્રી અમ્રીતાકુમારીના મોતને પગલે પરિવારજનો પર આભ તુટી પડયુ હતું. તે ચાર
ભાઈઓ વચ્ચે એકની એક લાડકવાયી બહેન હતી. પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
અમ્રીતાકુમારી વતનમાં ધો.૫ સુધીનો અભ્યાસ કર્યા બાદ સુરતમાં આવી હતી અને હાલમાં માત્ર ટયુશને જતી
હતી.
– આરોગ્ય
ટીમ દોડી, ઘટના
સ્થળ પાસે ૬૨ કિલો અખાદ્ય પદાર્થ મળ્યો
આઇસ્ક્રીમ
ખાધા બાદ બાળાના મોતની પહેલા વાત ચાલી હોવાથી મ્યુનિ.ના આરોગ્ય વિભાગની ટીમ
ઘટનાસ્થળ અને બીજી ટીમ સિવિલમાં પહોંચી હતી. પરિવારની પુછપરછ સાથે ૨૫૨ પરિવારના
૧૨૦૯ સભ્યોના તાવ,
ઝાડા-ઉલટી અંગે ટેસ્ટ કરાયા હતા. ઘટનાસ્થળની આસપાસ ૩૧ સંસ્થાઓમાં
ચેકીંગ કરીને ફુડના ૧૨ સેમ્પલ લેવાયા હતા. જ્યારે ૬૨ કિલો અખાદ્ય પદાર્થનો નાશ
કરાયો હતો
– પોલીસ
તપાસને અંતે સાચું કારણ બહાર આવશેઃ મેયર માવાણી
મ્યુનિ.ના
મેયર દક્ષેશ માવાણી પણ આજે સવારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મૃતક
બાળકીઓનાં પરિવારજનોની મુલાકાત લઈને તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર ઘટનામાં
બાળકીઓનાં પેનલ પી.એમ અને પોલીસ તપાસને અંતે જ ખરૃં કારણ જાણવા મળશે.