વર્ષ 2022માં ગોમતીપુર પોલીસ મથકે એક યુવક અને એક મહિલા સામે પોક્સો એક્ટ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલ પોકસોની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. જેમાં 9 શાહેદો અને 18 પુરાવાઓને આધારે કોર્ટે યુવક
.
આરોપી યુવક સગીરાને લગ્ન કરવા દબાણ કરતો કેસને વિગતે જોતા 15 વર્ષ અને 8 મહિનાની સગીરાની પાડોશમાં રહેતી આરોપી મહિલાએ આરોપી યુવક સાથે તેની ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ તેને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરી હતી. આ ગ્રુપમાં આરોપી યુવકે સગીરાને બીભત્સ મેસેજ મોકલ્યા હતા. જેથી, સગીરાએ તેને પોતાની સાથે વાત કરવાની ના પાડી દીધી હતી પરંતુ, આરોપીએ તેને ફોન અને મેસેજ કરીને હેરાન કરતો હતો. આરોપી યુવક સગીરાને લગ્ન કરવા દબાણ કરી, નહિ તો પોતે આપઘાત કરી લેશે એવી ધમકી આપતો હતો.
કોર્ટે 1 લાખનો દંડ અને 3 વર્ષની કેદની સજા ફટકારી આ કેસમાં સગીરાનું મેજિસ્ટ્રેટ નિવેદન લેવાયું હતું. તેનો મોબાઈલ FSLમાં મોકલાયો હતો. જ્યાં ફરિયાદને સમર્થન મળ્યું હતું. મહિલાએ તેની સામેની કોર્ટ કાર્યવાહી ઉપર હાઈકોર્ટમાંથી સ્ટે મલેવેલ છે. આરોપી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, સગીરાએ સામે ચાલીને પ્રેમનો એકરાર કર્યો હતો. વળી સગીરાની કોઈ તપાસ કરવામાં આવી નથી. બંને પક્ષોની દલીલો સાંભળીને કોર્ટે યુવકને એક લાખ રૂપિયા દંડ અને 3 વર્ષ કેદની સજા કરી હતી. યુવકના વકીલ તરફથી હાઇકોર્ટમાં અપીલ માટે 30 દિવસ ઓર્ડર ઉપર સ્ટેની માંગ કરાતા, તેને ગ્રાહ્ય રાખવામાં આવી હતી.