વલસાડના પારડીમાં એક બંધ કન્સ્ટ્રક્શન સાઈટના બિલ્ડિંગમાંથી સગીરની લાશ મળી આવી હતી. આ સગીર બે દિવસથી ગુમ હતો. તેની શંકાસ્પદ રીતે હત્યા થયેલી હાલતમાં લાશ મળતાં પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યાની આશંકાને લઈને લાશને સુરત ખા
.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, પારડીના બાલદામાં એક શ્રમિક પરિવાર રહે છે. એ પરિવારનો 17 વર્ષીય સગીર 27મી નવેમ્બરના રોજ સવારે વોક કરવા જઉં છું, કહી ઘરેથી નીકળ્યો હતો. એ બાદ ઘરે પરત ન ફરતાં પરિવારના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓએ સગીરની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન પારડીના બાલદા ITI પાછળ આવેલી બંધ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરના ગ્રાઉન્ડ ફ્લોરની લિફ્ટના પેસેજમાંથી ઈંટોના નીચે દબાયેલી હાલતમાં સગીરની લાશ મળી હતી.
આ ઘટનાની જાણ અધિકારીઓને થતાં વલસાડ SP, DySP, LCB અને SOG સહિત જિલ્લાની પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. પારડી પોલીસે સમક્ષ પરિવારના સભ્યોએ હત્યા થઈ હોવાની આશંકા દર્શાવતા પારડી પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી સુરત FSLમાં લાશ મોકલાવી પેનલ PM કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. શનિવારે લાશનું પેનલ PM કરવાની કામગીરી હાથ ધરી હતી. પેનલ PMના પ્રાથમિક રિપોર્ટમાં સગીરને માથાના ભાગે તથા મોઢાના ભાગે થયેલી ઇજાઓને લઈને મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ આપ્યું હતું. જેના આધારે પારડી પોલીસની ટીમે PM રિપોર્ટના આધારે સગીરની હત્યાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સગીરના પરિવારના સભ્યો અને શાળામાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ઘરની આજુબાજુમાં રહેતા સગીરના મિત્રોના નિવેદન નોંધી 2 દિવસથી ગુમ રહેવાનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. સગીરની હત્યા કરવા પાછળ કોઈ સગીરનો પણ હાથ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. પારડી પોલીસની ટીમે તમામ મુદ્દાઓ ઝીણવટ ભરી રીતે નોંધી આગળની તપાસ હાથ ધરી છે.