પાટણ જિલ્લામાં રાધનપુરના કોરડા ગામના નકલી ડો. સુરેશ ઠાકોરે પાટણના નિઃસંતાન દંપતીને નવજાત બાળક રૂ.1.20 લાખમાં વેચી માર્યું હતું. જોકે, બીમાર રહેતા એક જ મહિનામાં તેને પાછું આપી દેવાયું હતું. નકલી ડોક્ટરે કુશ હોસ્પિટલની ફિમેલ હેલ્થ વર્કર શિલ્પા ઠાકોરની
.
થરાની સંસ્કાર હોસ્પિટલથી બાળક અપાયું પાટણના એસપી રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 23 નવેમ્બરે બી ડિવિઝન ખાતે નીરવ મોદીએ એક ઈનલીગલ ચાઈલ્ડ એડોપ્શનની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી સુરેશ ઠાકોર વિરૂદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. સુરેશ ઠાકોરને અરેસ્ટ કર્યા બાદ તેની પુછપરછ દરમિયાન એવું ખુલવા પામ્યું હતું કે, તે શિલ્પા ઠાકોર કામલપુર-રાધનપુરના રહેવાસી છે અને સર્ટિફાઈડ ફિમેલ હેલ્થવર્કર છે. જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરે છે. તે સુરેશના સંપર્કમાં આવ્યા. ત્યારબાદ સુરેશનો સંપર્ક કરીને એક રૂપસિંહ ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય. તેના દ્વારા એમને જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે. તમે આ બાળકને લઈ જાવ. જેથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર રાધનપુરથી થરા હોસ્પિટલ જાય છે. ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે. નિષ્કા હોસ્પિટલમાં સારવાર બાદ ફરિયાદી નીરવ મોદીનો સંપર્ક કરે છે. સંપર્ક બાદ બાળક આપવાનું નક્કી થાય છે. ફરિયાદમાં લખ્યું છે તેમ 1 લાખ 20 હજારની કિંમતમાં બાળક આપવાનું હતું.
બાળતસ્કરીના કેસમાં એસપી રવિન્દ્ર પટેલે મીડિયાને માહિતી આપી
બાળક પાછું આપતા શિલ્પા સાથે મળી નકલી ડોક્ટરે ત્યજ્યુ એસપીએ વધુમાં ઉમેર્યું હતું કે, ડીલ થયા બાદ આશરે એક મહિના બાદ બાળક બીમાર રહેતું હોય અને માથું મોટું હોય, એટલે નીરવ મોદી સુરેશ ઠાકોરને બોલાવીને પરત આપવાની વાત કરે છે. બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર તેને 30 હજાર રૂપિયા પરત આપે છે. તે બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિધ્ધપુર પાલનપુર થઈને પાલનપુર-ડીસા હાઈવે પર મોટા ગામની સીમમાં રાત્રિના સમયમાં બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે. તે બાદ ત્યાંના સ્થાનિક આગેવાનો અને સરપંચ સ્થાનિક ગઢ પોલીસમાં સંપર્ક કરીને IPC 317 મુજબ ગુનો દાખલ કરાય છે. 12 – 5 -2024ના રોજ ગુનો દાખલ થયો છે. ગઢ પોલીસ સ્ટેશનના એસએચઓ દ્વારા તે બાળકને બાળશિશુગૃહ પાલનપુરને સોંપી દેવામાં આવે છે. શિશુગૃહના કર્મચારીઓ અને અધિકારી દ્વારા બાળકની સારવાર કરવામાં આવે છે. બાળક અત્યાર તંદૂરસ્ત હાલતમાં છે.
શિલ્પા રિમાન્ડ પર, રૂપસિંહને ડિટેઈન કરાયો પોલીસ દ્વારા શિલ્પા ઠાકોરની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. શિલ્પા ઠાકોરના નિવેદનમાં જે રૂપસિંહ જેણે ઓપરેશન થિયેટરનો સર્ટિફાઈડ કોર્સ કરેલો છે, જે થરા સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતો હોય તેને ડિટેઈન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે કહ્યું હતું કે મેં સુરેશ ઠાકોર પાસેથી પૈસા આપીને બાળક લીધું હતું. એ એક તરફેની ફરિયાદ હતી. પણ બાળક ક્યાંથી આવ્યું?, કોણ લાવ્યું? ક્યાં ત્યજી દેવામાં આવ્યું? તે તપાસ દરમિયાન ખુલવા પામ્યું છે.
નકલી ડોક્ટર સુરેશ ઠાકોરના પોલીસે 2 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે
નિષ્કા હોસ્પિટલના બે કર્મી થકી નીરવનો સંપર્ક થયો નિષ્કા હોસ્પિટલના કર્મચારી દરજી અને સોલંકીના તપાસ દરમિયાન નિવેદન લેવામાં આવ્યા હતા. તેમની પ્રાથમિક પૂછપરછ થઈ છે. નીરવ મોદીના કહેવા મુજબ તેમના મારફતે જ સુરેશ ઠાકોરનો સંપર્ક થયો હતો. અમે ટેક્નિકલ એવિડેન્સ અને બીજા આધારપુરાવા ભેગા કરીએ છીએ, એના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન માતા-પિતાની પ્રાથમિક માહિતી મળી છે, અમે ખરાઈ કરવા માટે DNA સેમ્પલ અને આગળની સાંયોગિક પુરાવા લેવાની તજવીજ ચાલુ છે. બાળકને હોસ્પિટલમાંથી વેચાતુ લાવ્યા હતા.
બાળકના પ્રમાણપત્ર રાધનપુરની સાંઈકૃપા હોસ્પિટલમાં બનાવાયા ખોટા પ્રમાણપત્ર બન્યા જન્મના એ સાંઈકૃપા હોસ્પિટલમાંથી બનાવવામાં આવેલા છે તેવું અમને નીરવ મોદીએ પ્રાથમિક દસ્તાવેજો આપ્યા છે તેના પરથી પુરવાર થાય છે. પંરતુ અમે રાધનપુર નગરપાલિકા બીજી વિગતો માગવામાં આવેલી છે. સર્ટિફાઈડ નકલો આવવાની હજુ બાકી છે અને પછી જ અમે એ માલૂમ કરી શકીશું કે કોણ-કોણ આમાં સામેલ હતું. હોસ્પિટલના કયા કયા કર્મચારીઓ આમાં ઈન્વોલ હતા પછી એમાં કાર્યવાહી કરવામાં આવશે.
28મી નવેમ્બરે શિલ્પા ઠાકોરની અટકાયત કરાઈ હતી
ફરિયાદ નોંધાઈ એના 15 દિવસ પહેલા ફરિયાદ સુરેશ ઠાકોર બોગસ ડોક્ટર હોવાની ફરિયાદ નોંધાઈ પછી જ નીરવ મોદી સામે આવ્યો છે એવા સવાલના જવાબમાં રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પંદર દિવસ પહેલાં અમને અરજી આપી હતી અને પ્રાથમિક રીતે પંદર દિવસથી ગુપ્ત રીતે તપાસ ચાલતી હતી. સુરેશ ઠાકોર સામે બોગસ ડોક્ટરનો ગુનો નોંધવામાં આવ્યો ત્યારબાદ આ બીજો ગુનો નોંધવામાં આવ્યો છે.
દિવ્યેશ શાહે પોલીસને સ્ટેટમેન્ટ આપ્યુ નથી દિવ્યેશ શાહે મીડિયા મારફતે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં એ કહે છે કે એના પહેલા માતા-પિતા અલગ હતા અને પાછળથી અલગ છે, પોલીસ સમક્ષ એ ટાઈપનું સ્ટેટમેન્ટ નથી આપ્યું. પરંતુ અમે ફરીથી તેની પૂછપરછ કરીશું. તેણે જેટલા પણ ડોક્યુમેન્ટેશન બનાવ્યા છે, એ સર્ટિફાઈડ નકલો મેળવીને આરોગ્ય વિભાગના અધિકારીઓને મોકલીશું. પીએમવાયજેમાં એણે શું-શું કાર્યવાહી કરી છે એ અમે પીએમવાયજેના અધિકારીઓ પાસેથી માંગીશું અને આગળની કાર્યવાહી કરીશું.
શિલ્પા ઠાકોરના કોર્ટ 2 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે
સાંઈકૃપા હોસ્પિટલમાંથી માત્ર જન્મનો દાખલો બનાવાયો પ્રાથમિક ધોરણે ડોક્ટરનો રોલ એટલો જ છે કે તેણે ખાલી સારવાર આપી છે. પરંતુ જો ખોટો ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા છે, હોસ્પિટલ મારફતે તો અમે ચોક્કસ તેનો રોલ નક્કી કરીશું. સાંઈકૃપા હોસ્પિટલમાંથી માત્ર જન્મનો દાખલો બનાવવામાં આવ્યો છે. ડોક્ટર, કર્મચારીઓ વગેરેનો શું રોલ છે એ સર્ટિફાઈડ કોપીના આધારે નક્કી કરી શકીશું. પૂછપરછમાં અમને અન્ય એક બાળકની આખી લિંક મળેલી છે. બીજા બાળક માટે પણ અમે મહેનત કરીએ છીએ. સુરેશ ઠાકોરના રિમાન્ડ 2 તારીખ સુધીના છે. બીજા બાળકો પણ મળી શકે એવી શક્યતા છે.
રૂપસિંહની પૂછપરછમાં બાળકના સાચા માતા-પિતા બહાર આવશે બાળકની આજની સ્થિતિ આઠથી નવ મહિના છે. અમે સંસ્કાર હોસ્પિટલ ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ માગ્યા છે. ઓરિજિનલ માતા-પિતાની માહિતી રૂપસિંહ મારફત જ અમને જાળવા મળશે. એને અમે ડિટેઈન કરી લીધો છે. તેની પૂછપરછ દરમિયાન અમે બાળકના ઓરિજિનલ મધરફાધર કોણ હતા એની તપાસ કરીશું. અત્યાર સુધી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને અરેસ્ટ કર્યા છે, આજે રૂપસિંહને અરેસ્ટ કરીશું. સુરેશ ઠાકોર પર અગાઉ 2014ની આસપાસ એની પર બોગસ ડોક્ટરનો ગુનો દાખલ થયેલો છે અને અત્યારે બીજી વખત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.