ફુડ સેફ્ટી એકટમાં ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘીને પેક કરવા જૂના ડબ્બા (રિસાઇકલ ટીન)ના વપરાશ પર પ્રતિબંધ હોવા છતાં અને કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારની વારંવારની ચેતવણીઓ છતાં નાની કંપનીઓ, મીલરો, તેલ ઉત્પાદકો, ટ્રેડર્સ અને રિપેકર્સ દ્વારા તગડી કમાણી કરવાની લહાયમ
.
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા તવાઇ જો રિસાઇકલ્ડ ટીનનો ઉપયોગ કે વપરાશ કરતાં આવા ઉત્પાદકો, રિપેકર્સ, ટ્રેડર્સ સહિતના એકમોને રિસાઇકલ્ડ ટીનનો ઉપયોગ બંધ નહી કરે તો સેન્ટ્રલ એફએસએસએઆઇ દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ- 2006 અને તે હેઠળ ઘડાયેલા રુલ્સ હેઠળ કડક પગલાં ભરવામાં આવશે તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ સેન્ટ્રલ એફએસએસએઆઇની ઝપટે ચડેલા આવા કેટલાક રિપેકર્સ અને તેલ ઉત્પાદકો વિરૂદ્ધ દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કેટલાક કેસો તો એડજયુકેટીંગ ઓફિસર સમક્ષ કાયદાકીય કાર્યવાહી અને નિર્ણય અર્થે મોકલી અપાયા છે.
200 ઉત્પાદકો અને રિપેકર્સને નોટિસ સેન્ટ્રલ એફએસએસએઆઇ તરફથી પહેલા તબક્કામાં રાજ્યના જે 200 ઉત્પાદકો અને રિપેકર્સને નોટિસ ફટકારી છે. તેમાં અમદાવાદ, સાણંદ, ચાંગોદર, મહેસાણા, કડી, સુરત, ગોંડલ, રાજકોટ સહિતના સ્થળોના એકમોનો સમાવેશ થાય છે. જેમાં મોટાભાગના સૌરાષ્ટ્ર બાજુના મેન્યુફ્રેકચરર્સ અને રિપેકર્સને આવરી લેવાયા છે. એટલું જ નહી, રાજ્યમાં રીસાઇકલ્ડ ટીનનો વેપલો ચલાવતાં અને જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતાં આશરે 650 થી વધુ મેન્યુફ્રેકચરર્સ, રિપેકર્સ, ટ્રેડર્સની યાદી સેન્ટ્રલ એફએસએસએઆઇ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કર્યા બાદ આ સમગ્ર ઓપરેશન હાથ ધરાયુ છે. સેન્ટ્રલ એફએસએસએઆઇ ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી દિવસોમાં રિસાઇકલ્ડ ટીનો વપરાશ કરતાં બાકીના 400 જેટલા રિપેકર્સ, ઉત્પાદકો અને નાના મીલરોને નોટિસ ફટકારી કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
કયા ઉત્પાદકો અને કંપનીઓને નોટિસ ફટકારાઈ ? આકાશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ – કલોલ, અક્ષર ઓઇલ પ્રોડકટ્સ – છત્રાલ, સી.કે.પ્રોટીન્સ – કડી, જલારામ ઓઇલ એન્ડ ફુડસ – વિસનગર, કે.ડી.એગ્રો ઇન્ડસ્ટ્રીઝ – દહેગામ, લક્ષ્મી પ્રોટીન્સ – નવા ગામ, સુરત, મહેશ ઓઇલ એન્ટરપ્રાઇઝ- ચીખોદરા, મેરીકોમ એગ્રો પ્રા.લિ, કડી, રામદેવ ઓઇલ લિ. – કડી, ઋષભ પ્રોટીન્સ – સુરત સહિત અન્ય ઉત્પાદકો, રિપેકર્સ અન મીલરોને નોટિસ ફટકારાઇ છે.
રાજય સરકારના ફુડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ નિષ્ક્રિય ? રીસાઇકલ્ડ ટીન અને જૂના ડબા ફરી ને ફરી ઉપયોગમાં લેવા આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક અને જોખમી હોવાની સાથે સાથે તેનું કોઇ સ્ટાન્ડર્ડ ગ્રેડ નહી હોવા છતાં ઘણા વર્ષોથી આ કૌભાંડ ચાલી રહ્યું છે. માત્ર પૈસા કમાવવાની લહાયમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતાં આવા ખાદ્યતેલ, વનસ્પતિ ઘી સહિતના જૂના ડબ્બા કે રિસાઇકલ્ડ ટીનનો વપરાશ કરતા ઉત્પાદકો, નાના મીલરો અને રિપેકર્સ વિરૃધ્ધ દરોડા, સ્થળ તપાસ, દંડ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવા ખુદ રાજય સરકારના ફુડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે પણ એક પરિપત્ર જારી કરી રાજયના જિલ્લા-તાલુકા કક્ષાના ડેઝીગ્નેટેડ ઓફિસરોને નિર્દેશો જારી કર્યા છે પરંતુ આ તાબાના અધિકારીઓ જ નિષ્ક્રિય હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે. ફુડ સેફ્ટી ડિપા.ના ઉચ્ચ સત્તાધીશોના નિર્દેશોની અવગણના કરનાર આવા તાબાના અધિકારીઓની નિષ્ક્રિયતાને લઇ રીસાઇકલ્ડ ટીનનો વેપલો બિન્દાસ્ત રીતે ખુલ્લેઆમ ધમધમી રહ્યો હોવાની બૂમરેંગ ઉઠી છે. તેથી ઉચ્ચ કક્ષાએથી આકરા પગલાં જરૂરી બન્યા છે.