સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના વસાડવા ગામ પાસેના રેલવેના અંડરબ્રિજના ફાટકમા વારંવાર પાણી ભરાતા આસપાસના ચાર ગામોના લોકો પરેશાન થઇ ગયા છે. જયારે લોકો દ્વારા રેલ્વે તંત્રને અનેકવાર રજૂઆત કરવામા આવી હોવા છતાં કોઈ પગલા લેવા આવતા નથી.
.
ધાંગધ્રા તાલુકાના વસાડવા ગામ પાસેના થરા,ભરાડા અને સુલતાનપુર જવાના રસ્તે અંડર ગ્રાઉન્ડ ફાટકમાં વારંવાર પાણી ભરાતું હોવાથી લોકોને અવજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પાણી જમીનમાંથી સોસાઈને બહાર નીકળીને અન્ડર બ્રિજમાં આવે છે. પછી તંત્ર દ્વારા પમ્પીંગ મશીન મૂકી પાણી બહાર કાઢવામાં આવે છે. અને ફરી પાછું પાણી આવી જતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. ત્યારે આ અંગે રેલવે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. ત્યારે લોકો દ્વારા યોગ્ય કામગીરી થાય તે અંગેની માગણી ઉઠી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા, થરા ભરાડા, સુલતાનપુર જવાના રસ્તા ઉપર રેલવે અંડર બ્રિજ બનાવે છે, ત્યારે આ બ્રિજમાંથી પસાર થઈને વસાડવા, થરા, ભરાડા અને સુલતાનપુર સહીત અનેક ગામના લોકોને પસાર થવું પડે છે. બ્રિજની અંદરથી જાવું પડતું હોય છે, ત્યારે બ્રિજની અંદર વારંવાર પાણી ભરાઈ જતું હોય તેના લીધે વાહન લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે આ અડરબ્રીજમાં પાણી ભરાઈ જતું હોવાની રેલવે તંત્રને વિસ્તારના લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકો પરેશાન થઈ ગયા છે, ત્યારે આ અંગે વિસ્તારના લોકોએ જણાવ્યું કે, વસાડવા, થરા,ભરાડા,સુલતાનપુર, અનેક ગામો આ બ્રિજની અંદરથી પસાર થાય છે. ત્યારે બ્રિજની અંદર વારંવાર પાણી ભરાયેલું રહે છે, તેને લીધે લોકોને ભારે મુશ્કેલી પડે છે. અને રાત્રે અંધારું હોવાથી લોકોને પસાર થવામાં પણ મુશ્કેલી પડે છે, ત્યારે રેલવે તંત્ર યોગ્ય કામગીરી કરવી જોઈએ તેવી વિસ્તારના લોકોની માંગ છે.