માંડવી તાલુકામાં અકસ્માત અને આપઘાતના બનાવમાં બે ના મોત થયાની વિગતો સામે આવી છે.જેમાં મકડા ગામની સીમમાં વાડી પર વીજકરંટ લાગવાથી 27 વર્ષીય યુવાનનું મોત થયું હતું જયારે ભૂલથી ઝેરી દવા પી લેનાર દેવપર(ગઢ) ગામની 24 વર્ષીય યુવતીએ દમ તોડી દીધો હતો.
.
પ્રાપ્ત વિગતો મુજબ મકડા ગામના 27 વર્ષીય કિરણસિંહ ઉર્ફે ભગવતસિંહ ગોપાલજી જાડેજાનું મંગળવારે મોત નીપજ્યું હતું.હતભાગી બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં પોતાની વાડી પર હતા.એ દરમિયાન તેને વીજકરંટ લાગતા ગંભીર ઈજાઓ પહોચી હતી.જેમાં તેનું મોત નીપજ્યું હતું.બીજી તરફ દેવપરમાં રહેતી 24 વર્ષીય મોંઘીબેન લખુભાઈ રબારીનું ઝેરી દવા પી લેવાથી મોત થયું હતું.બનાવ રવિવારે સવા છ વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી ભૂલથી ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.બનાવને પગલે ગઢશીશા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઘટના સબંધિત વધુ તપાસ હાથ ધરી છે. તહેવારના સપરમા દિવસોમાં જિલ્લામાં આપઘાત અને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. બનાવના પગલે હતભાગીઓના પરિવારમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે.