સામી દિવાળીએ સુરત મહિધરપુરા ગોટાલાવાડી વિસ્તારમાં સોનાના ઘરેણાં બનાવવાની ફેક્ટરીમાંથી ગોલ્ડ પાવડરની ચોરી થઈ હતી. આ અંગેની જાણ ફેકટરીના માલિક દ્વારા કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. દોઢ કરોડના ગોલ્ડ પાવડરની ચોરી થઈ છે. હાલ મહ
.
ચોરે એક્ઝોસ્ટ ફેનની બારીમાંથી પ્રવેશ કર્યો હતો મળતી માહિતી પ્રમાણે મહિધરપુરા ગોટાલાવાડી વિસ્તારમાં મેઝરિયા જવેલસ નામે ગોલ્ડની જ્વેલરી બનાવવાની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં રાત્રિના સમયે દોઢ કરોડના ગોલ્ડ પાવડરની ચોરી થઈ હતી. આ અંગે ફેક્ટરીના માલિકને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ચોર રાત્રિના સમયે એક્ઝોસ્ટ ફેનની બારીમાંથી પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.
દોઢ કરોડના ગોલ્ડ પાવડરની ચોરી કરીને ફરાર પોલીસ પાસેથી મળતી પ્રાથમિક માહિતી આધારે, બોઇલરની અંદર આ ગોલ્ડ પાવડર હતો. જેને આ ચોર દ્વારા કાઢી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે લઈને એક્ઝોસ્ટ ફેનમાંથી જ ફરી બહાર નીકળી ફરાર થઈ ગયો હતો. મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં દોઢ કરોડના ગોલ્ડ પાવડરની હાલ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ચોરીમાં કોઈ જાણભેદુ સામેલ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.