વિદ્યાનગર પોલીસે ATM મશીનમાં પટ્ટી મૂકીને છેતરપિંડી કરતી ઉત્તર પ્રદેશની ગેંગના બે સભ્યોને ગુરુવારે ઝડપી પાડ્યા છે. આરોપીઓને શુક્રવારે આણંદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
.
પકડાયેલા આરોપીઓની ઓળખ મંગલા શીરોમણી યાદવ અને ક્રિષ્ના દેવીપ્રસાد ઉપાધ્યાય તરીકે થઈ છે. તેઓએ વિદ્યાનગરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ATM મશીનમાં પટ્ટી મૂકીને છેતરપિંડી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 5 લાખની કિંમતની એક કાર, 21 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ, 8,700 રૂપિયા રોકડા અને ATM મશીનમાં લગાડવાની પટ્ટી જપ્ત કરી છે. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બંને આરોપીઓના આગામી મંગળવાર સુધી એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ આ ગેંગની વધુ તપાસ કરી રહી છે.