અમદાવાદ, મંગળવાર
શહેરના જુના વાડજમાં આવેલી ચાંપાનેર સોસાયટીમાં રહેતી શીવાની વ્યાસના ઘરે બે વ્યંડળો રહે છે. આ વ્યંડળોને ચોક્કસ જુથના વ્યંડળો દ્વારા પરેશાન કરવામાં આવતા હતા. જેની અદાવતમાં થોડા દિવસ પહેલા કામીની દે, જીયા દે, સોનમ દે સહિતના માથાભારે વ્યંડળોએ ઘરમાં ઘુસીને હુમલો કર્યો હતો. જેમાં ઘરમાં ભારે તોડફોડ કરીને ભયનો માહોલ સર્જાયો હતો. વાડજ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે આરોપી વ્યંડળોએ પોલીસ સ્ટેશનમાંથી છુટીને નારોલ વિસ્તારમાં અન્ય વ્યંડળોને ધમકી આપી હતી. ત્યારબાદ શીવાની વ્યાસને ત્યાં રહેતા બે વ્યંડળોને પણ જોઇ લેવાની ધમકી આપી હતી.
જેના કારણે હાલ બંને ઘરની બહાર આવતા ડરે છે. જેથી તેમણે વિડીયો વાયરલ કરીને તેમને મળતી ધમકી અંગે રજૂઆત કરી છે. જેમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે ભોગ બનનાર વ્યંડળો પૈકી એક વ્યડંળ અન્ય કાસ્ટ નો છે. જેથી જાતીગત અદાવત રાખીને માથાભારે વ્યંડળો તેને તેમના જુથથી વિમુખ કરીને ધમકી આપી રહ્યા છે. ત્યારે અગાઉના કેસની ફરિયાદી શિવાની વ્યાસે પણ આશંકા વ્યક્ત કરી છે કે તેમના ઘર પર માથાભારે વ્યંડળો ફરીથી હુમલો કરી શકે છે.