વલસાડ જિલ્લાના ઉપરગામ GIDCના થર્ડ ફેઝમાં 16 નંબર રોડ સાઈડ યુ એસ કોપર નામની કંપનીમાં 21 નવેમ્બરની રાત્રે સૂતી થી 2 દરમ્યાન કંપનીમાં આવેલી બારી અને ગ્રીલ તોડી કંપનીમાં મુકેલા અલગ અલગ સાઈઝ અને વજન ના કોપના પાઇપની અજાણ્યા 3-4 ઈસમો ચોરી કરી ગયા હતા. કંપની
.
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCના થર્ડ ફેઝમાં 16 નંબર રોડ શેડ ખાતે આવેલી C-01 B/607માં આવેલી યુ એસ કોપર નામની કંપનીમાં 21 નવેમ્બરની રાત્રીએ અજાણ્યા 3-4 ઈસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી કંપનીમાં બનાવેલી બારી અને ગ્રીલ તોડી કંપનીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. કંપનીમાં મુકેલા અલગ અલગ સાઈઝ અને વજન ના કોપર પાઇપની ચોરી કરી ગયા હતા. બીજા દિવસે કંપનીમાં શ્રમિકો આવ્યા ત્યારે બારીમાં કોઈ અજાણ્યા ઈસમો બારી તોડી કોપરના સામાનની ચોરી કરી ગયા હોવાનું ધ્યાને આવતા મુંબઈ રહેતા કંપનીના સંચાલક પ્રવીણભાઈ ભવરલાલ કાનુંગોને ઘટનાની જાણ કરી હતી.
કંપનીના સંચાલકે તાત્કાલિક ઉમરગામ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. ઉમરગામ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. કંપનીના સંચાલકે કંપનીના CCTV અને બિલ ચેક કરી 28મી નવેમ્બરના રોજ ઉમરગામ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ 679.200 KG કોપર પાઇપની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. યુ એક કોપર કંપનીમાં મુકેલા આલગ અલગ કોપર બંડલ પૈકી 60X35 mmના 4 બંડલ જેનું વજન 206.600 KG અને અલગ અલગ સાઈઝ અને વજન વાળા કોપર પાઇપ મળી કુલ 679.200 KG કોપર જેની કિંમત 5.75 લાખનો મુદ્દામાલ અજાણ્યા 3-4 ઈસમો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.