બુકારુ ફરી એકવાર શહેરમાં તેની ચોથી આવૃત્તિ અને કુલ 49મી આવૃત્તિ સાથે વડોદરા પરત આવી ચૂક્યું છે. આ વર્ષે કુલ 26 વક્તાઓ સાથે 60 આકર્ષક સત્રો રાખવામાં આવ્યાં છે, જેમાંથી ત્રણ આંતરરાષ્ટ્રીય સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.બાળકોને સાહિત્ય તથા વાર્તાની પર
.
મનપસંદ લેખક અથવા ચિત્રકારનું પુસ્તક ખરીદવાની તક Bookarooનું અનોખું ફોર્મેટ અને તેના, અત્યાર સુધીમાં, લોકપ્રિય પેટા વિભાગો ધ કહાની ટ્રી, એમ્ફીથિયેટર, ઓડિટોરિયમ, સ્ટુડિયો, ક્રાફ્ટી કોર્નર અને ડૂડલ વોલ 4-14 વર્ષના યુવા પ્રેક્ષકોનું મનોરંજન કરવા માટે પાછા ફર્યા છે. વધુને વધુ બાળ મીત્રો અને તરુણો આ ફેસ્ટીવલની મુલાકાત લઈ શકે તે માટે આ વર્ષે બપોરે 12:30થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. વધુમાં બાળકોને તેમના મનપસંદ લેખક અથવા ચિત્રકારનું પુસ્તક ખરીદવાની અને તેના પર હસ્તાક્ષર મેળવવાની તક પણ પ્રાપ્ત થશે.
બાળકોને વધુ વાંચવામાં મદદ કરવાની આશા રાખીએ છીએ વાંચો, લખો, ચિત્ર બનાવો અથવા ફક્ત વાર્તાઓ સાંભળો, બુકારૂમાં દરેક માટે કંઈક છે,” ઉત્સવના નિર્દેશક સ્વાતિ રોયે જણાવ્યું હતું કે, “અમે સ્પેસ સ્ટુડિયોના અદ્ભુત વાતાવરણમાં પાછા આવીને ખુશ છીએ. સતત ચોથા વર્ષે એલેમ્બિક સિટી ખાતે યોજાઇ રહેલા આ ફેસ્ટિવલ માટે અમે કૃપા અમીન, ઉદિત અમીન અને સમગ્ર ટીમનો અમારો આભાર માનીએ છે. અમે અમારા ભાગીદારો, પ્રકાશકો, આર્ટ કાઉન્સિલ, માતા-પિતા, બાળકો અને અમારા વક્તાઓઓના આભારી છીએ કે, જેમણે બુકારું ચળવળને મદદ કરી છે. આનંદ માટે વાંચનને એક ટ્રેન્ડ બનાવવા અને આગળ વધવા માટે “અમે બાળકોને વધુ વાંચવામાં મદદ કરવાની આશા રાખીએ છીએ તથા વધુ કલ્પના અને સર્જનાત્મકતા તેમનામાં વિકસે તે માટે સતત પ્રયત્નશીલ છીએ.’
અવિશ્વસનીય લેખકો, બાળકો અને પ્રેક્ષકોને આમંત્રણ આપીએ છીએ એલેમ્બિક સિટી ચોથી વખત, વડોદરામાં પ્રિય બાળ સાહિત્ય ઉત્સવ બુકારૂનું આયોજન કરવા માટે રોમાંચિત છે. આ વર્ષની વડોદરા આવૃત્તિ માટે અવિશ્વસનીય લેખકો, બાળકો અને પ્રેક્ષકોને આમંત્રણ આપીએ છીએ અને આમંત્રિત કરીએ છીએ કે જે 30મી નવેમ્બર અને 1લી ડિસેમ્બર, 2024ના રોજ સ્પેસ સ્ટુડિયોની અંદર અને બહાર બહુવિધ જગ્યાઓ આ ફેસ્ટિવલ યોજાશે. શહેરમાં બાળકો અને તેમના પરિવારો માટે અનુભવ અદભુત હશે તેમ સ્પેસ સ્ટુડિયોના સ્થાપક ડિરેક્ટર કૃપા અમીને વધુમાં જણાવ્યું હતું.
.