રાજપીપળા, રાજપીપળાની મા કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક ડો.અનિલ કેસર ગોહિલ વિરૃદ્ધ રાજપીપળા ટાઉન પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. આજે ટાઉન પોલીસે સંચાલકની અટક્યાત કરી પૂછપરછ હાથ ધરી છે.
રાજપીપળા પોલીસ મથકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક ડો.અનિલ કેસર ગોહિલ વિરૃદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ડો.અનિલ કેસરે માં કામલ ફાઉન્ડેશન નામની બૂકલેટ છપાવી તેમાં લોભામણી જાહેરાતો આપી હતી. તેમણે વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ વર્ષની ફી પેટે ૧,૭૪,૨૦૦ તથા ૬,૫૦૦ રૃપિયા લીધા હતા. ફી લીધા બાદ પણ કોર્સ પૂર્ણ કર્યો નહતો. તે ઉપરાંત પરીક્ષા પણ અપાવી નહતી. વિદ્યાર્થીઓને કોઈ સટફિકેટ, માર્કશીટ આપી નહતી. આ અંગે રાજપીપળા ટાઉન પોલીસે સંસ્થાના સંચાલક ડો.અનિલ કેસર ગોહિલ વિરૃદ્ધ ગુનો નોંધ્યો હતો.
નર્મદા જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ પાસેથી નસગ કોર્સના નામે લાખો રૃપિયાની ફી ઉઘરાવી લીધા બાદ યોગ્ય પરીક્ષા પદ્ધતિ અને સટફિકેશનની વિદ્યાર્થીઓની માંગણી સામે સંચાલક દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું. તેમજ તેમના અસલ ડોક્યુમેન્ટ પરત નહીં કરી કનડગતના મુદ્દે વિવાદ થયો હતો.દેડિયાપાડાના ધારાસભ્ય તા.૨૧ નવેમ્બરના રોજ રાજપીપળા કલેકટર કચેરી આગળ વિદ્યાથીઓ સાથે ધરણા પર બેઠા હતા. ત્યારબાદ નર્મદા પોલીસે સંસ્થાના સંચાલક સામે ૧૫ દિવસમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપતા ધરણા પૂરા થયા હતા.