વડોદરાઃ વડોદરા નજીકના હાઇવે પર વિદેશી યુવતી રડમસ હાલતમાં ફરી રહી હોવાની માહિતી મળતાં અભયમની ટીમે તેનું કાઉન્સેલિંગ કરીને બચાવી લીધી હતી.
નેપાળથી અભ્યાસ માટે આવેલી વિદ્યાર્થિનીને એક યુવક સાથે ફ્રેન્ડશિપ થઇ હતી અને આ ફ્રેન્ડશિપ પ્રેમમાં પરિણમી હતી. બંને જણા એક વર્ષથી એક બીજાના પરિચયમાં હતા અને સાથે હરતાફરતા હતા.યુવતીએ આ યુવક સાથે ભવિષ્યના સપના પણ જોઇ લીધા હતા.
પરંતુ કેટલાક દિવસ પહેલાં આ યુવતીને જાણવા મળ્યું હતું કે,તે જેને દિલોજાનથી ચાહી રહી છે તે યુવક તો પરિણીત છે અને આ વાત તેણે છુપાવી રાખી છે.