image : Social media
Vadodara : લોકોના જીવન સામે જોખમ ઊભું કરતા ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ દોરી વેચીને ઉત્તરાયણના તહેવાર પર નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે. પોલીસે વધુ એક આરોપીને ધરપકડ કરી ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે લીધો છે.
છાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે એક રિક્ષામાં સફેદ કલરના પાર્સલમાં ચાઈનીઝ દોરીની હેરાફેરી થવાની છે. રીક્ષા ડ્રાઇવર આ દોરીનો જથ્થો લઈને છાણીના ઓમકારપુરાથી દશરથ તરફ જવાનો છે. પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ રીક્ષા ઉભી રાખી રિક્ષામાં તપાસ કરતા ચાઈનીઝ દોરીની 60 રીલ કિંમત રૂપિયા 42,000 મળી આવી હતી. જેથી પોલીસે રિક્ષા ચાલક વસીમ મોહમ્મદ ઘાંચી (રહે-રામ રહીમ પર આજવા રોડ એકતાનગર) ની સામે ગુનો દાખલ કરે રીક્ષા તથા ચાઈનીઝ દોરીને રીલો કબજે લીધી છે.