Vadodara Car Rent Scam : મૂળ તમિલનાડુના અને હાલમાં આજવા રોડ સાંઈ શ્રદ્ધા ડુપ્લેક્સમાં રહેતા શંકર રાજગોપાલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું ફિનકોર્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરું છું. ગત પાંચમી તારીખે અમારી સોસાયટીની પાછળ ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતા શ્લોક સોલંકી સાંજે મને કહ્યું કે તારી થાર ગાડી ઘરે પડી રહી છે અને મારા મિત્ર મહંમદ ફરીદ સિંધા (રહે-વડુ ગામ પાદરા) ને એક દિવસ માટે જરૂર છે. એક દિવસનું ભાડું 4,500 હજાર આપશે.
જેથી મેં મારી કાર શ્લોક સોલંકીને આપી હતી અને મહંમદ ફરીદ સિંધાના આધારકાર્ડ તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ શ્લોક પાસેથી મેળવી હતી. બીજે દિવસે મારી ગાડી નહીં આવતા અમે શ્લોકને પૂછતા તેને કહ્યું કે ચિંતા ના કરો તમારી ગાડી આવી જશે. જીપમાં લગાવેલી સિસ્ટમ છઠ્ઠી તારીખે સાંજે બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ હું તથા શ્લોક મહમદ ફરીદ સિંધાના ઘરે તપાસ કરવા ગયા ત્યારે જાણવા મળ્યું કે મહંમદ ફરીદ ગાડી કટીંગ કરવાનો ધંધો કરે છે મારી સાથે છેતરપિંડી થયાનું જણાઈ આવતાને ફરિયાદ નોંધાવી છે.