વડોદરા જિલ્લામાં પાંચ તાલુકા પંચાયતની બેઠકોની પેટા ચૂંટણી દરમિયાન આજે ફોર્મ પાછા ખેંચવાના સમયે વડોદરા તાલુકાની દશરથ બેઠક ભાજપે કબજે કરી છે.
વડોદરા જિલ્લામાં કરજણ નગરપાલિકાની સાથે તાલુકા પંચાયતની જુદી જુદી પાંચ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેના ફોર્મ પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી.
આ બેઠકો પૈકી વડોદરા તાલુકા પંચાયતની દશરથ બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ હતો. પરંતુ કોંગ્રેસના વશરામ રબારીએ ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપના ઉમેદવાર સુનિલ પ્રજાપતિ બિનહરીફ જાહેર રહ્યા છે.