તાંદલજા મુક્તિનગર પાસે સત્યમ એસ ક્યુબ રેસીડેન્સી માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા દીપક દામોદરભાઈ સુદામે એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 04-09-2024ના રોજ મને SBI ગ્રાહક સેલ તરફથી બોલતા હોવાનું જણાવી ક્રેડિટ કાર્ડના પેમેન્ટ ભરવાનું જણાવી ડરાવ્યો હતો. ત્યારબાદ ઈન્સ્પેક્ટર રવિ કુમારના ધારણ કરી સુપ્રીમ કોર્ટની બનાવટી નોટિસ દસ્તાવેજો મોકલ્યા હતા તેમ કહી મને ધમકાવી ડરાવી 1.21 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.