બિલ ગામ હરિઓમ સોસાયટીમાં રહેતા રાજુભાઇ નાનુભાઇ ભરવાડ અકોટા સ્ટેડિયમ પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં છેલ્લા સાત વર્ષથી પુજારી છે. ગત 11 મી તારીખે રાતે 9:00 વાગ્યે પૂજા કરીને મંદિરની જાળીને તાળું મારીને તેઓ ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે તેઓ મંદિરે આવ્યા ત્યારે મંદિરની દાનપેટીનું તાળું તૂટેલું હતું. દર 15 દિવસે દાનપેટી ખોલીએ ત્યારે 12 થી 13 હજાર રૂપિયા નીકળતા હોય છે. તે રોકડા રૃપિયા, બે ચાંદીની ગાય, મુગટ મળી ચોર 49 હજારની મતા ચોરી ગયો હતો. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.