વડોદરા, તા.13 રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં દારૃ પીને ધમાલ કરતાં કેટરિંગ મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી.
હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ ટ્રેનના બી-૧ કોચમાં એક પ્રવાસી ધમાલ કરે છે. આ પ્રવાસી કોચમાં ખરાબ વર્તન કરે છે તેમજ નીચેની સીટ પરના પ્રવાસીઓ ઉપર પાણી નાંખી હેરાન પરેશાન કરે છે. આ અંગેની ફરિયાદ રેલવે પોલીસને મળી હતી. દરમિયાન મોડી રાત્રે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૩ પર આવતાં રેલવે પોલીસે કોચમાં તપાસ હાથ ધરી હતી.
કોચમાં ધમાલ કરતા પ્રવાસીને પકડતા તે ચિક્કાર દારૃ પીધેલી હાલતમાં જણાયો હતો. તેને કોચમાંથી નીચે ઉતારી પૂછપરછ કરતાં તોતડાતી જીભે પોતાનું નામ ઇન્દ્રજીતસીંઘ રમેશચંદ ચંદ (રહે.મુલચંદ હોસ્પિટલ, એંડ્રુવ્યગંજ, ન્યુ દિલ્હી) જણાવ્યું હતું. પોલીસે તેની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.