વડોદરા, તા.16 અમદાવાદમાં રહેતા રેલવે કર્મચારીની પત્ની ટ્રેનમાં ઊંઘી ગઇ અને ગઠિયો રૃા.૬૫ હજારની મત્તા મૂકેલું પર્સ આંચકીને ભાગી ગયો હતો.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આનંદ સ્કાય ખાતે રહેતા ધિરજ વિજયશંકર તિવારીએ રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું રેલવેમાં લોકો પાઇલોટ તરીકે નોકરી કરું છું. મારા પત્ની નીધિકુમારી મારા નાના ભાઇ નીરજ સાથે તા.૧ ફેબુ્રઆરીના રોજ બિહારના બક્સર રેલવે સ્ટેશન પરથી અજીમાબાદ-પટના એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં બેસી અમદાવાદ આવતાં હતાં.
રાત્રિ મુસાફરી દરમિયાન મારા પત્ની ઊંઘી ગયા હતા અને સવારે છાયાપુરી રેલવે સ્ટેશન આવતાં ઊંઘમાંથી જાગી જતાં મારી પત્નીનું કોફી કલરનું પર્સ ગાયબ હતું. આ પર્સમાં એક આઇફોન સહિત બે ફોન, રૃા.૫ હજાર રોકડ અને ચાંદીના દાગીના મળી કુલ રૃા.૬૫ હજારની મત્તા હતી.