વડોદરા, તા.27 વડોદરા તાલુકાનાં સમસાબાદ ગામમાં એક શ્રમિક મહિલા મૃત્યુ પામી હોવા છતાં તેના નામે પાંચ મહિના સુધી મનરેગાના જોબકાર્ડમાં હાજરી બતાવી બેંકમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવાયાના કૌભાંડમાં ગામના સરપંચ સહિત ત્રણ વ્યક્તિના નામો બહાર આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનરેગા યોજનાની એક અરજી અનુસંધાને નિયામક ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાની સુચના મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, સમસાબાદના જોબકાર્ડ ધારકોને જૂન-ડિસેમ્બર ૨૦૨૨ના સમયગાળામાં પાંચ તબક્કે રોજગારી આપવા માટે જોબકાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા હતા. જોબકાર્ડમાં હાજરી પુરીને વેતનના નાણાં શ્રમિકોને બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા.