Image: Freepik
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં નાલંદા ટાંકી ખાતે સંપ તથા ટાંકીની સફાઈ ની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે ગુરૂવાર, તા. છઠ્ઠી એ હાથ ધરાશે જેથી તે જ દિવસે સાંજનું પાણી નાલંદા ટાંકીના કમાંડ વિસ્તારમાં સાંજનું પાણી આપવામાં આવશે નહીં. આ કામગીરી પૂરી થયા બાદ તા. ૭મીએ સાંજે પાણી મોઢેથી અને ઓછા દબાણથી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે નાલંદા ટાંકી ખાતે સંપ તથા ટાંકીની સફાઈની અગત્યની કામગીરી આવતીકાલે તા છઠ્ઠીએ કરવામાં આવશે જેથી નાલંદા ટાંકીના કમાન્ડ વિસ્તારમાં ગુરુવારે તારીખ છઠ્ઠી એ સાંજના તમામ ઝોનમાં પાણી આપવામાં આવશે નહીં તેમ જ આ કામગીરી પૂરી થયા બાદ બીજા દિવસે તા. ૭મીએ નાલંદા ટાંકીથી મોડેથી અને ઓછા દબાણથી કરાશે આ અંગે અગમચેતીના ભાગરૂપે પાણીનો સંગ્રહ સ્થાનિક રહીશોને કરી રાખવા પાણી પુરવઠા યોજનાના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.