Monday, June 23, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat Vadodara

નામચીન કલ્પેશ કાછીયાનું નામ વ્યાજખોરીના ગુનામાં ખૂલતા પોલીસ દ્વારા શોધખોળ

Divya Sardar by Divya Sardar
December 7, 2024
in Vadodara
250 2
0
નામચીન કલ્પેશ કાછીયાનું નામ વ્યાજખોરીના ગુનામાં ખૂલતા પોલીસ દ્વારા શોધખોળ
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp



 વડોદરા,ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફૂટનો ધંધો કરતા વેપારીએ વ્યાજે લીધેલા રૃપિયા ૪૭ લાખ સામે પોણા બે  કરોડ રૃપિયા વ્યાજખોરને ચૂકવ્યા  હતા. તેમ છતાં વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હતો. આ કેસની તપાસમાં નામચીન કલ્પેશ કાછિયાનું નામ ખૂલતા  પોલીસ દોડતી થઇ ગઇ છે.

વારસિયા વિનાયક રેસિડેન્સીમાં રહેતા નરેશભાઇ કેસરીચંદ નેનાની ખંડેરાવ માર્કેટ ખાતે એસ.કે.ફ્રૂટ અને એન.કે.ફ્રૂટ નામની દુકાન ચલાવે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ફ્રૂટનો વેપાર કરવા માટે વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૦ સુધીમાં સંતોષભાઇ ઉર્ફે બાબુભાઇ ભાવસાર (રહે. રાજસ્થંભ સોસાયટી, રાજમહેલ રોડ) પાસેથી ટૂકડે – ટૂકડે ૪૭ લાખ વ્યાજે લીધા હતા. જેની સામે અમે પોણા બે કરોડ જેટલી રકમ ચૂકવી દીધી છે. તેમછતાંય  તેઓ પૈસાની સતત ઉઘરાણી કરી ધમકી આપતા હતા. જેનાથી કંટાળીને મેં ફિનાઇલ પી લીધું હતું.  આ કેસમાં નવાપુરા પોલીસે આરોપી સંતોષ ભાવસારની ધરપકડ કરી હતી. ૪૭ લાખની રકમ અંગે પોલીસે પૂછપરછ કરતા સંતોષે જણાવ્યું હતું કે, આ રૃપિયા  હું કલ્પેશ કાછીયા પાસેથી લઇને આપતો હતો. આ કેસમાં કલ્પેશ કાછીયાનું નામ ખૂલતા પોલીસ તપાસ માટે તેના ઘરે ગઇ હતી. પરંતુ, કલ્પેશ મળી આવ્યો નહતો. ઉલ્લેખનીય છે કે, કલ્પેશ કાછીયાનું નામ ખૂલતા પોલીસ તેને શોધવા માટે તેના ઓલ્ડ પાદરા રોડ પરના રાધે ફ્લેટમાં ગઇ હતી. બપોરે ત્રણ થી પાંચ વાગ્યા દરમિયાન પોલીસે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, કલ્પેશ કાછીયો મળી આવ્યો નહતો. 

કલ્પેશ કાછીયાનો ભૂતકાળ ખરડાયેલો છે 

 વડોદરા,નામચીન કલ્પેશ કાછીયાનો ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો છે. મુકેશ હરજાણી, એન.આર.આઇ. મનોજ પટેલ, આણંદ  અલ્પેશ ચાકા  મર્ડર કેસ સહિત અન્ય ચકચારભર્યા મર્ડર કેસમાં પણ તેનું નામ ખૂલ્યું હતું. જોકે, તેની સામે કેસ પુરવાર થઇ શક્યા નહતા. લાંબાસમય પછી ફરીથી તેનું નામ  તપાસ દરમિયાન ખૂલતા પોલીસ તેને શોધી રહી છે. ઉલ્લેખનીય છે  કે, મુકેશ હરજાણીના મર્ડર પાછળ દારૃનો કરોડો રૃપિયાનો કારોબાર જવાબદાર હોવાનું પણ ચર્ચામાં હતું. મુકેશના મર્ડર પછી દારૃના ધંધા પર કોનું વર્ચસ્વ છે ? તે પણ તપાસનો વિષય છે.



Source link

Related posts

ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ, પેપરો મૂકવા બે સ્ટ્રોંગરુમ તૈયાર

ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ, પેપરો મૂકવા બે સ્ટ્રોંગરુમ તૈયાર

June 23, 2025
પાદરા કોલેજમાં શરુ કરાયેલા બીએસસી હાયરપેમેન્ટ કોર્સ પર જોખમ

પાદરા કોલેજમાં શરુ કરાયેલા બીએસસી હાયરપેમેન્ટ કોર્સ પર જોખમ

June 23, 2025

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

‘અનુપમા’નો સેટ આગથી ભભૂકી ઉઠ્યો!:  ધુમાડાના ગોટેગોટા ઉડ્યા અને નાસભાગ મચી, લાખો રૂપિયાનો સ્ટુડિયો સેક્ન્ડોમાં બળીને ખાખ થયો

‘અનુપમા’નો સેટ આગથી ભભૂકી ઉઠ્યો!: ધુમાડાના ગોટેગોટા ઉડ્યા અને નાસભાગ મચી, લાખો રૂપિયાનો સ્ટુડિયો સેક્ન્ડોમાં બળીને ખાખ થયો

June 23, 2025
પહેલગામ હુમલો- ધરપકડ કરાયેલા આરોપીઓએ એક આતંકવાદીને ઓળખ્યો:  કાશ્મીર પોલીસે તેનો સ્કેચ-ફોટો જાહેર કર્યો નહોતો; ગઈકાલે બે મદદગારોની ધરપકડ કરી હતી

પહેલગામ હુમલો- ધરપકડ કરાયેલા આરોપીઓએ એક આતંકવાદીને ઓળખ્યો: કાશ્મીર પોલીસે તેનો સ્કેચ-ફોટો જાહેર કર્યો નહોતો; ગઈકાલે બે મદદગારોની ધરપકડ કરી હતી

June 23, 2025
સુરતના વરાછા રોડના સિનિયર સીટીઝનની સેવાકીય પ્રવૃત્તિ, કાપડના વેસ્ટમાંથી દોરી બનાવી વેચાણના પૈસાથી સમાજ સેવા

સુરતના વરાછા રોડના સિનિયર સીટીઝનની સેવાકીય પ્રવૃત્તિ, કાપડના વેસ્ટમાંથી દોરી બનાવી વેચાણના પૈસાથી સમાજ સેવા

June 23, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • ‘અનુપમા’નો સેટ આગથી ભભૂકી ઉઠ્યો!: ધુમાડાના ગોટેગોટા ઉડ્યા અને નાસભાગ મચી, લાખો રૂપિયાનો સ્ટુડિયો સેક્ન્ડોમાં બળીને ખાખ થયો
  • પહેલગામ હુમલો- ધરપકડ કરાયેલા આરોપીઓએ એક આતંકવાદીને ઓળખ્યો: કાશ્મીર પોલીસે તેનો સ્કેચ-ફોટો જાહેર કર્યો નહોતો; ગઈકાલે બે મદદગારોની ધરપકડ કરી હતી
  • સુરતના વરાછા રોડના સિનિયર સીટીઝનની સેવાકીય પ્રવૃત્તિ, કાપડના વેસ્ટમાંથી દોરી બનાવી વેચાણના પૈસાથી સમાજ સેવા

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?