Vadodara : આગામી તા.13 એપ્રિલે બી.બી.એ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ માટેની પરીક્ષા થવા જઈ રહી છે. આ પરીક્ષામાં ઉમેદવારના ધોરણ 12ના બોર્ડ પરીક્ષાના માર્કસની ગણતરી દર વર્ષની જેમ થવી જોઈએ તેવી માંગ એને સિવાય દ્વારા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બી.બી.એ પરીક્ષામાં દર વર્ષે 4000થી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે જ્યારે વિદ્યાર્થીઓના પરીક્ષા આપ્યા બાદ જ્યારે અંતિમ એન્ટ્રેન્સ પરિણામ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવે છે. ત્યારે ધોરણ 12 ના પરિણામનું કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી. જેથી વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ખૂબ મોટી ગેરસમજ ઊભી થાય છે. પરિણામે એનએસયુઆઇની માગ છે કે બી.બી.એના એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામ જાહેર થાય ત્યારે તેના ધોરણ 12 ના માર્કસની પણ ગણતરી કરવામાં આવે. જેથી વધારે પારદર્શક રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે અને અગાઉના સમય દરમિયાન પણ આવી રીતે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ આપવામાં આવ્યા હતા તો હવે કેમ નહીં એવો પણ પ્રશ્નાર્થ એને સિવાય દ્વારા કરવામાં આવ્યો હતો. જો આ નિયમો અનુસાર આ કામગીરી કરવામાં નહીં આવે તો એને સિવાય દ્વારા બી.બી.એ ફેકલ્ટી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું છે.