તરસાલી હાઈવે ઉપર રસ્તો ઓળંગી રહેલ અજાણ્યા પુરુષને અજાણ્યા કારના ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું છે.
કપૂરાઈ પોલીસ ટીમના જવાનોને 12 એપ્રિલ શનિવારની રાત્રે કંટ્રોલ તરફથી વર્ધી મળી હતી કે, તરસાલી હાઈવે પરની નિર્મલ હોટલ સામે સુરત તરફ જતા માર્ગ ઉપર રસ્તો ક્રોસ કરતા વ્યક્તિને એક કાર ચાલક અડફેટે લઈ નાસી છૂટ્યો છે. જેથી પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ કરતા આશરે 50 વર્ષીય અજાણ્યો પુરુષ ગંભીર રીતે ઘવાયેલ હોય બેભાન હાલતમાં જણાઈ આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતકની ઓળખ માટે તેના વાલી વારસદારોની શોધખોળ શરૂ કરી છે.