Vadodara Gambling Raid : વડોદરામાં મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે તરસાલી બ્રિજ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા (1) યોગેશ વિનુભાઈ લુહારીયા રહેવાસી તરસાલી (2) રૂપસિંગ ગુરુ મુખ સિંહ મહેરા રહેવાસી આદર્શ નગર તરસાલી (3) સુનિલ ભલીભાઈ વાદી રહેવાસી તરસાલી બ્રિજ પાસે (4) સુનિલ પ્રતાપભાઈ ભોઈ રહેવાસી માધવ નગર તરસાલી (5) સોહમ દિલાવર ખાન પઠાણ રહેવાસી આદર્શ નગર તરસાલીની ઝડપી પાડ્યા હતા. જ્યારે કચિયો વાદી, મયુર ખાન પિન્ટુ, સતીશ વાદી તથા ગોવિંદ દેવીપુજક સ્થળ પરથી ભાગી ગયા હોય તેઓની શોધખોળ પોલીસે હાથ ધરી છે. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂ.10,200 પાંચ મોબાઇલ મળી કુલ 62,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.