વડોદરા,સયાજી હોસ્પિટલમાં હવે થાપાની ઓપન સર્જરી થઇ રહી છે. જેના કારણે દર્દીઓને ઓછી તકલીફ થાય છે અને ઝડપથી સાજા થવાની શક્યતા વધી જાય છે.
આ સર્જરીમાં વાઢકાપ ઓછી નહીવત્ થાય છે. દર્દીના શરીર પર નાનો કાપો મૂકી દૂરબીન અને કેમેરાની મદદથી સર્જરી થાય છે. સયાજી હોસ્પિટલના ડો.ધુ્રવ શાહ દ્વારા તાજેતરમાં જ હિપ ઇમ્પિન્જમેન્ટથી પીડાતા ૫૬ વર્ષના એક દર્દીની સારવાર હિપ ઓથ્રોસ્કોપી દ્વારા કરવામાં આવી હતી. આ રીતની સર્જરી થાપા, ઘુંટણ, ખભા અને ઘૂંટી પર પણ કરી શકાય છે. આ પ્રકારની સર્જરી માટેના ઇન્સ્ટ્રુમેન્ટ છેલ્લા એક વર્ષથી સયાજી હોસ્પિટલમાં છે. એક વર્ષ દરમિયાન ઘુંટણ અને ખભાની અંદાજે ૪૦૦ સર્જરી કરવામાં આવી છે. પરંતુ, હિપ માટેની સૌ પ્રથમ સર્જરી કરાઇ છે.