Friday, June 20, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat Vadodara

કોર્પોરેશનમાં નોકરી અપાવવાના બહાને ઠગ મહિલાએ પાડોશીને જ છેતર્યો

Divya Sardar by Divya Sardar
November 27, 2024
in Vadodara
250 2
0
કોર્પોરેશનમાં નોકરી અપાવવાના બહાને ઠગ મહિલાએ પાડોશીને જ છેતર્યો
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp



વડોદરા,કોર્પોરેશનના હેલ્થ સેન્ટરમાં મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની નોકરી અપાવવાનું કહીને ઠગ મહિલાએ પાડોશીના જ ૯.૨૦ લાખ પડાવી લીધા હતા. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઠગ મહિલાએ પોતે હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે નોકરી કરતી હોવાની વાત કરી હતી.

ગાજરાવાડી વિષ્ણુકુંજ સોસાયટીમાં રહેતા મેહુલભાઇજશવંતસિંહ બારિયા વડોદરા મધ્યસ્થ જેલમાં વણાટ મદદનીશ પદ્ધતિમાં કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરે છે. મકરપુરા  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી પત્ની કુમુદબેન દંતેશ્વર ઓપન જેલની સામે સમૃદ્ધિ કોમ્પલેક્સમાં બ્યૂટિ પાર્લર અને સ્ટેશનરીનું કામ કરે છે. મારા પિતા અને અશ્વિનભાઇ નારાયણભાઇ રાઠવા અગાઉ પોલીસ હેડ ક્વાર્ટરમાં સાથે નોકરી કરતા હોઇ તેમની સાથે ઘર જેવો સંબંધ હતો. મેં સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ કર્યો હતો અને ત્યારબાદ નોકરીની શોધમાં હતો. દરમિયાન તા. ૦૩ – ૦૫ – ૨૦૨૪ ના રોજ અમારા પાડોશમાં રહેતા જાગૃતિબેન કે જેઓ  અશ્વિનભાઇની પૂત્રવધુ છે. તેઓ મારી પત્નીને  દુકાન પર મળવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હાલમાં એમ.પી.એચ.ડબલ્યુ.( મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર) માં નોકરીની જગ્યા ખાલી છે.મારા ઉપરી અધિકારી સાથે સારા સંબંધ છે. તેમની વાત પર ભરોસો રાખીને મેં નોકરી માટે અલગ – અલગ સમયે કુલ રૃપિયા ૯.૨૦ લાખ આપ્યા હતા. તેઓએ મને જણાવ્યું હતું કે,તા.૩૧ – ૦૫ – ૨૦૨૪ સુધી તમને માંજલપુર ખાતે આવેલી પી.એચ.સી. મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરનો ૨૫ હજાર વેતનનો ઓર્ડર તમને મળી જશે.  પરંતુ, ઓર્ડર મળ્યો નહતો. જાગૃતિબેને મને કોર્પોરેશનનો ભરતી અંગેની  પરીક્ષાનો પત્ર મોકલ્યો હતો. પરંતુ, ખરાઇ કરતા તે પત્ર ખોટો  હોવાનું જણાઇ આવ્યુું હતું. જાગૃતિબેન ચિરાગભાઇ રાઠવાએ એમ.પી.એચ.ડબલ્યુ.માં નોકરી અપાવવાનું કહી ૯.૨૦ લાખ પડાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, આ બનાવ સંદર્ભે મકરપુરા પોલીસે પાંચ મહિના પછી ગુનો દાખલ કર્યો હતો. મેહુલે જણાવ્યું હતું કે, અમારી જ સોસાયટીના અન્ય બે લોકો સાથે  પણ છેતરપિંડી થઇ છે.

પોલીસ કમિશનરે ફોન કર્યો પછી ગુનો દાખલ થયો

કારેલીબાગમાં  થયેલી કડક કાર્યવાહી જોઇને અમે પોલીસ કમિશનરને મળ્યા

 વડોદરા,મકરપુરા  પોલીસ સ્ટેશનમાં અમે છેલ્લા પાંચ મહિનાથી ધક્કા ખાતા હતા. પરંતુ, પોલીસ કોઇ કાર્યવાહી કરતી નહતી. પોલીસ અમને એવો  જવાબ આપતી હતી કે, જાગૃતિબેનને બોલાવીશું. પરંતુ, કોઇ કાર્યવાહી થતી નહતી. હાલમાં નાગરવાડાની ઘટના પછી પોલીસ કમિશનર દ્વારા કામગીરી નહીં કરનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી, અમે પોલીસ  કમિશનરને મળીને રજૂઆત કરવાનું વિચાર્યુ હતું. અમે પોલીસ કમિશનરને મળ્યા ત્યારે તેઓએ તુરત જ આ અંગે ગુનો દાખલ કરવા માટે સૂચના આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હજી કોઇ તકલીફ હોય તો જણાવજો. આ માત્ર મકરપુરા  પોલીસ સ્ટેશનની જ વાત નથી. પરંતુ, ઘણા પોલીસ સ્ટેશનમાં પણ આ જ રીતે સામાન્ય નાગરિકો ન્યાય માટે ધક્કા ખાય છે.  



Source link

Related posts

ટેમ્પાના  પાછળના ટાયર  નીચે ચગદાઇ જતા સાયકલ સવારનું મોત

ટેમ્પાના પાછળના ટાયર નીચે ચગદાઇ જતા સાયકલ સવારનું મોત

June 20, 2025
ભગવાન બુધ્ધના અસ્થિઓના દર્શન કરવા થાઈલેન્ડના બૌધ્ધ ધર્મગુરુઓ MSUની મુલાકાતે

ભગવાન બુધ્ધના અસ્થિઓના દર્શન કરવા થાઈલેન્ડના બૌધ્ધ ધર્મગુરુઓ MSUની મુલાકાતે

June 20, 2025

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

8 જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ:  ભાદર નદીના રૌદ્ર સ્વરૂપથી ખેતરો જળમગ્ન, અમદાવાદ પ્લેન ક્રેશનું બ્લેકબોક્સ તપાસ માટે અમેરિકા મોકલાશે – Gujarat News

8 જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ: ભાદર નદીના રૌદ્ર સ્વરૂપથી ખેતરો જળમગ્ન, અમદાવાદ પ્લેન ક્રેશનું બ્લેકબોક્સ તપાસ માટે અમેરિકા મોકલાશે – Gujarat News

June 20, 2025
IND Vs ENG, પહેલી ટેસ્ટ:  બન્ને ટીમ WTC સાયકલમાં અભિયાનનો પ્રારંભ કરશે, હેડિંગ્લેમાં ભારતનો રેકોર્ડ ખરાબ

IND Vs ENG, પહેલી ટેસ્ટ: બન્ને ટીમ WTC સાયકલમાં અભિયાનનો પ્રારંભ કરશે, હેડિંગ્લેમાં ભારતનો રેકોર્ડ ખરાબ

June 20, 2025
‘આત્મવિશ્વાસ અને મહેનત ચમત્કાર સર્જે છે’:  જાતને વચન આપો અને દિલથી નિભાવો;’ધ મિરેકલ ઇક્વેશન’માં લેખક સફળતાનું સૂત્ર સમજાવે છે

‘આત્મવિશ્વાસ અને મહેનત ચમત્કાર સર્જે છે’: જાતને વચન આપો અને દિલથી નિભાવો;’ધ મિરેકલ ઇક્વેશન’માં લેખક સફળતાનું સૂત્ર સમજાવે છે

June 20, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • 8 જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ: ભાદર નદીના રૌદ્ર સ્વરૂપથી ખેતરો જળમગ્ન, અમદાવાદ પ્લેન ક્રેશનું બ્લેકબોક્સ તપાસ માટે અમેરિકા મોકલાશે – Gujarat News
  • IND Vs ENG, પહેલી ટેસ્ટ: બન્ને ટીમ WTC સાયકલમાં અભિયાનનો પ્રારંભ કરશે, હેડિંગ્લેમાં ભારતનો રેકોર્ડ ખરાબ
  • ‘આત્મવિશ્વાસ અને મહેનત ચમત્કાર સર્જે છે’: જાતને વચન આપો અને દિલથી નિભાવો;’ધ મિરેકલ ઇક્વેશન’માં લેખક સફળતાનું સૂત્ર સમજાવે છે

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?