વડોદરાઃ વાહનચોરીના ગુનામાં જેલમાંથી છૂટયા બાદ ફરીથી વાહનોની ઉઠાંતરી કરનાર રીઢો વાહન ઉઠાવગીર પોલીસના હાથે ઝડપાઇ જતાં ચાર મહિનામાં ૧૫ ટુવ્હીલર ચોર્યાની વિગતો ખૂલી છે.
અજબડી મીલ પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંકલાવથી વાહનચોરી કરવા આવતા સમીર જશુભાઇ ભાલાવાતને બાઇક સાથે ઝડપી પાડયો હતો.પૂછપરછમાં તેણે ચાર મહિનાના ગાળામાં ૧૫ જેટલા ટુવ્હીલરો વેચ્યાની વિગતો બહાર આવી હતી.
પોલીસે તેની પાસે પાંચ વાહનો કબજે કરી તપાસ કરતાં ચોરેલા વાહનો ગોધરાનો વચેટિયો સલમાન જુઝારા માત્ર રૃ.૨ થી ૫ હજારમાં ગોધરાના સ્ક્રેપના વેપારી એહમદ ઘાંચીને વેચી દેતો હોવાની વિગતો ખૂલી છે. પોલીસે કહ્યું છે કે,જુગારનો શોખ પુરો કરવા સમીર વાહનો ચોરતો હતો.