Vadodara 20 Year Old Man Missing: ગુજરાતના વડોદરા જિલ્લાના જેલોદમાં 20 વર્ષીય યુવક અંજલ ગજાણી પરિવારને સંબોધન કરતી ચિઠ્ઠી લખી ઘર મૂકીને જતો રહ્યો છે. ચિઠ્ઠીમાં યુવકે આપઘાત કરવા જવાની વાત લખવાથી પરિવારમાં આક્રંદ છવાયો છે. હાલ, પોલીસ અને પરિવાર યુવકની શોધખોળ કરી રહ્યું છે. પરિવારને આશંકા છે કે, દીકરાએ ખંડીવાળા નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોય શકે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, જરોદના શ્રીજી સોસાયટીમાં રહેતાં 20 વર્ષીય અંજલ ગજાણી પરિવારને સંબોધતી ચિઠ્ઠી લખીને ઘર મૂકીને જતો રહ્યો છે. અંજલ આલમગઢ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેણે પરિવારને સંબોધન કરતી ચિઠ્ઠીમાં લખ્યું કે, ‘હું તમારો લાડલો અંજલ. આજે તમને બધાને મૂકીને દૂર જઈ રહ્યો છું, મારા માટે તમે જેટલું કર્યું તેના માટે ખૂબ-ખૂબ આભાર. મને માફ કરી દેજો. મારૂ મરવાનું કારણ હું નહીં કહી શકું અને તમે લોકો જાણવાનો પ્રયાસ પણ ન કરતાં Please. મારા ગયા પછી મારા મિત્રો, મારા પરિવાર કે મારા કોઈપણ નજીકના વ્યક્તિને હેરાન ન કરતાં. હું મારી મરજીથી મરવા જઉ છું, કોઈના દબાણમાં આવીને આ કામ નથી કરતો. તો Please મારા ગયા પછી કોઈને પણ હેરાન ન કરતાં. Sorry and Good Bye May All Friends. મારી મમ્મીનું ધ્યાન રાખજો અને થઈ શકે તો મને માફ કરી દેજો, Please. મારી મમ્મીનું ધ્યાન રાખજો, પ્લીઝ. હું મારો ફોન અને બાઇક મૂકીને જઉ છું એ વેચી દેજો Please. લોકેશન ખંડીવાડા કેનાલ.
આ પણ વાંચોઃ સુરતમાં શર્મસાર કરતી ઘટનાઃ 7 વર્ષની બાળકીને નિર્વસ્ત્ર કરી નરાધમે કર્યાં શારીરિક અડપલા
પોલીસે હાથ ધરી તપાસ
આ અંગે યુવકના પિતા જયરામદાસ ગજાણીએ જરોદ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ’10 એપ્રિલ, 2025ના દિવસે સવારના આશરે સાતેક વાગ્યે મારો દીકરો અંજલ તેની કંપનીમાં નોકરીએ ગયો હશે તેવુ મને લાગ્યું હતું. જેથી મેં તેની શોધખોળ નહતી કરી અને હું મારી દુકાને જતો રહ્યો હતો. બપોરે ઘરે આવતા મને મારી પત્ની ગીતા અને મારા મોટા દીકરા રાહુલે એક ચિઠ્ઠી બતાવી અને જણાવ્યું કે, નાનો ભાઈ અંજલ આ ચિઠ્ઠી લખીને ગયો છે. આ ચિઠ્ઠીમાં બતાવેલી જગ્યા ખંડીવાડા કેનાલ ખાતે અમારા સગા-સબંધી તથા મારા દીકરાના મિત્રો સાથે મારા મોટા દીકરા અંજલની શોધખોળ કરી હતી પરંતુ, તે ક્યાંય મળ્યો નહીં. જરોદ પોલીસે પિતાની ફરિયાદના આધારે રહસ્યમય ગૂમ અંજલ ગજાણીની શોધખોળ શરૂ કરી છે.