Vadodara Accident : વાઘોડિયા તાલુકાના નાનાભરડા ગામમાં રહેતા 55 વર્ષના દલસુખ લલ્લુભાઈ વસાવા ગામમાં ખેતરે જવા માટે રોડ ક્રોસ કરતા હતા ત્યારે રોડ પર પૂરઝડપે જતી એક એસટી બસે જોરદાર ટક્કર મારતાં દલસુખભાઈ રોડ પર ફંગોળાયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ ટુંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.