Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાણી ગામના પ્રવેશદ્વાર નજીક બનાવવામાં આવેલી 10 ફુડ શોપ 3 વર્ષની મુદત માટે જાહેર હરાજીથી ફાળવવા માટે વધુ એક પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા અગાઉ પણ પ્રયાસો કરવા છતાં હરાજી કરવામાં કોર્પોરેશનને સફળતા મળી શકી નથી.
આ દુકાનો ત્રણ વર્ષની મુદત માટે આપવા શરૂઆતમાં હરાજી રાખવામાં આવી ત્યારે દુકાનોની જેની ડિપોઝિટ અને અપસેટ વેલ્યુ રૂપિયા 1 લાખ 20 હજાર રાખવામાં આવી હતી. જે હવે ઘટાડીને 84 હજાર રાખવામાં આવી છે. આ દુકાનો માંથી નવ જનરલ કેટેગરી માટે અને એક એસ.સી, એસ.ટી કેટેગરી માટે છે. આ વખતે પણ હરાજી રાખવામાં આવી ત્યારે કોઈ તૈયાર થયું નહીં. છાણી વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ દુકાનો હાઇવે પર છે, એટલે કોઈ લેવા તૈયાર થાય નહીં કારણ કે ગ્રાહકો આવે તો પાર્કિંગ ક્યા કરે તે પણ મોટો પ્રશ્ન છે.